________________
દશવૈકાલિક સૂત્ર
ઉપકરણોમાં તેવા પ્રકારના ઉપરોક્ત વસ્તુઓમાં કીડીઆદિ હોય તેને
૨૫ ૨૪ ૨૬ ઉપગપૂર્વક યત્નાપૂર્વક પડીલેહીને પુંજીને એકાંતસ્થાનમાં
૨૭ ૨૮ ૨૯ ૩૦ મુકે, નહિ જથ્થામાં એકઠા કરીને પીડા પમાડે. ૩૧ ૩૨
૩૩
૩૪
ભાવાર્થ–સંયમવાન વ્રતધારી સાધુ ભૂતકાળના પાપોને નાશ કરનાર, વર્તમાનકાળના સર્વ પ્રકારના સાવદ્ય વ્યાપારથી નિવૃત્ત અને ભવિષ્યકાળના પાપકરૂપ બંધનના પચ્ચખાણ કરનાર-પાપ નહિ કરવાની બંધી કરનાર સંવરે પૂર્વક પાપથી નિવૃત હોવાથી વિરત, એવા સાધુ સાધ્વીએ દિવસે કે રાતે, એકલા હોય કે સભામાં હોય, સુતેલ હોય કે જાગતા હોય, તેમણે કીડી, પતંગીયા, કુંથવા કીડીઓ, આદિ હાથમાં, પગમાં, બાહુમાં, સાથળમાં, પેટમાં, માથામાં, વસ્ત્રમાં, ઘામાં, ગુચ્છામાં, માત્રાના-ભાજનમાં, દંડમાં-લાકડીમાં, પાટલામાં, પાટીયામાં, શયામાં, સંથારામાં વિ. સઘળા ઉપગરણ, સમૂહમાં કોઈ પણ સ્થળેથી જીવો આવી પડ્યા હોય તો તેને યત્ના પૂર્વક પડિલેહી, પ્રમાઈ એકાંત સ્થળમાં મુકવા પણ તેમને એકઠા કરી પીડા કરવી નહિ, બીજા પાસે કરાવવી નહિ, તેમ કરનારને ભલું જાણવું નહિં. હવે શિષ્ય કહે છે કે હે ગુરૂ ! હું પણ જાવજજીવ સુધી ત્રિવિધ ત્રિવિધ મન-વચન કાયાએ કરી તેમ કરીશ નહિ, બીજા પાસે કરાવીશ નહિ, તેમ કરતાને ભલું જાણીશ નહિ. પૂર્વે ઉપરોક્ત પ્રકારે ત્રસકાય સંબંધી પાપ લાગ્યું હોય તેનાથી હું પાછા હઠું છું. મારા આત્માની સાક્ષીએ તે પાપને નિર્દુ છું. ગુરૂ સાક્ષીએ ગહું છું. અને હવે આવા હિંસારૂપ પાપકાર્યોથી તથા અશુભ અધ્યવસાયોથી મારા આત્માને નિવૃત્ત કરું છું.