________________
અધ્યયન ૩ જું
ભાવાર્થ-આવી દુષ્કર કરણું-ક્રિયાઓ, તપસ્યા આદિ કરીને અનાચિર્ણના ત્યાગી સાધકો દુઃસહ આતાપના આદિ સહન કરીને કેટલાએક મહર્ષેિઓ અહિંથી દેવલોકમાં જાય છે. અને કેટલાએક કર્મરૂપી રજને સર્વથા ક્ષય કરી કર્મ રહિત થઈ સિદ્ધિગતિનેમેક્ષને પ્રાપ્ત કરે છે.
खवित्ता पुम्बकम्माई, संजमेण तवेण य । .
सिद्धि मग्गमणुप्पत्ता, ताइणो परिनिम्बुडे, तिबेमि ॥१५॥ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ શદાર્થ–પૂર્વકર્મોને સંયમવડે તપ વડે ખપાવી-ક્ષય કરીને
સિદ્ધિમાગને પામ્યા છકાયના રક્ષક કર્મરહિત થવાથી શીતળીભૂત
થયા. એમ હું કહું છું
૧૦ ૧૧
ભાવાર્થ કોઈ મુનિને શેવ કર્મ બાકી રહી જાય તો સૌધર્માદિ દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તેઓ દેવસંબંધી આયુષ્ય ભોગવીને ત્યાંથી ચવીને આર્યક્ષેત્રમાં મનુષ્યજાતિમાં ઉંચકુળમાં, જન્મ પામીને સંયમ ગ્રહણ કરીને, સંયમ અને તપથી બાકી રહેલાં કર્મોને ખપાવીને, સર્વ કર્મોથી મુક્ત થઈ કર્મજન્ય સંતાપથી રહિત થઈ, સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરે છે. મોક્ષને પ્રાપ્ત કરે છે, શીતલીભૂત થાય છે, અનંતા સુખોને પ્રાપ્ત કરે છે. એમ હું કહું છું.
ત્રીજું અધ્યયન સમાપ્ત