________________
અધ્યયન બીજું
શબ્દાર્થ–સમભાવથી સમ્યફૂદષ્ટિથી સંયમમાં વિચરતા કદાચિત અને દેખીને પોતાનું મન સંચમથી બહાર નીકળે નથી તે સ્ત્રી મારી નથી પણ હું તેને એ પ્રમાણે વિચારી તે સ્ત્રીથી રાગને (૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ દૂર કરે. | ભાવાર્થ-રાગદ્વેષ રહિત સમ્યગ દષ્ટિથી સંયમમાં વિચરતા, સંયમમાં સ્થિત મુનિનું મન સ્ત્રીને દેખીને કદાચિત મોહનીય કર્મના ઉદયથી પૂર્વે ભગવેલા ભોગેનું સ્મરણ થઈ જવાથી સંયમ રૂપી ઘરની બહાર નીકળી જાય તો તે સમયે સાધુએ વિચારવું જોઈએ કે તે સ્ત્રી મારી નથી, અને હું તેને નથી, સર્વ જીવો પોત-પોતાના કામે અલગ અલગ ભોગવે છે, એવા શુભ અધ્યવસાય કરી સ્ત્રી ઉપરના રાગને દૂર કરે. સ્ત્રીના વિષયમાં મનની પ્રવૃત્તિ થવાથી ચારિત્રની મલીનતા આદિ અનેક દોષો ઉત્પન્ન થાય છે. વળી એવો વિચાર કરે કે હે મન ! ચારિત્રના પ્રાણ સમાન બ્રહ્મચર્ય પાલનની જીવન પર્યત પ્રતિજ્ઞા કરેલ છે. એમ વિચારી પ્રતિજ્ઞાનું યથાતથ્ય પાલન કરવા સ્ત્રી ઉપરના રાગને દૂર કરે. જેણે ભોગોને ત્યાગ કરેલ છે, ભેગોને નમ્યાં છે, તેને ફરી ભોગવવાની ઈચ્છા કરવી એ તો શ્વાનની કોટીમાં ગણાય એમ વિચારી મનને સ્થિર કરે. બ્રહ્મચર્યથી દીર્ઘ આયુષ્ય, સુંદર આકાર, દઢ સંઘવણ, શક્તિ વિશેષ, જ્ઞાનની પ્રાપ્તિ આદિ ઘણા ગુણ પ્રાપ્ત થાય છે. વળી શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર અ. ૨. ઉ. ત્રીજાની બીજી ગાથામાં કહેલ છે કે સ્ત્રીઓથી અસેવિત પુરૂષોને મુક્તપુરૂષ સમાન કહેલા છે. વળી ભોગોને કિં પાકવૃક્ષના ફળની ઉપમા આપેલ છે. ભોગવતા મીઠા લાગે છે, પરંતુ તેના વિપાકે જીવોને અતિ લાંબા કાળ સુધી દુઃખોને ઉત્પન્ન કરાવનાર કહેલાં છે. તથા નરક આદિ હલકી ગતિમાં ઉત્પન્ન કરાવનાર છે. એમ વિચારી સ્ત્રી ઉપરના રાગને દૂર કરી સંયમમાં વિચરવું. રાગનું બંધન લેઢાની બેડીથી પણ