________________
૧૪
દશવૈકાલિક સૂત્ર
ક્યાંય કીડી સંચરે તેવી જગ્યા મહેલમાં રાખી નહિ, એમ કરતાં નવમે વરસે અગંધનકુળને સર્ષ કે જે સર્પના નવકુળમાં તેનું કુળ શ્રેષ્ઠ છે. તે સર્પ આકાશમાર્ગે ઉડી બારીમાં આવીને તે રાજપુત્રને ડંખ દઈ આકાશમાર્ગે ચાલ્યો ગયો કે તરત જ રાજપુત્રે ડંખ દીધાની વાત ગારૂડીને કહી. ગારૂડીએ એક તરફ જાજવલ્યમાન અગ્નિનો કુંઠ ધખાવી મુ, અને બીજી તરફ દુધનો કુંડ ભરી મંત્ર જપવા લાગ્યો તેથી ત્યાં આઠકુળના સર્ષે આવ્યા, તે દરેકને પૂછ્યું કે તમે રાજપુત્રને ડંખ દીધો છે ? જે દી હોય તો તે વિષ પાછું ચુસી લઈ આ દૂધપીને ચાલ્યા જાઓ, તે સાંભળી આઠકુળના સર્ષોએ કહ્યું કે અમે ડંખ દીધો નથી. તેથી તે દુધ પી ચાલ્યા ગયા. ત્યાર બાદ નવમ અગંધનકુળને સર્પ મંત્રના જોરથી આવ્યો તો ખરે, પણ તેને પૂછતાં કહ્યું કે મેં ડંખ દીધો છે, તે વારે ગારૂડીએ તે વિષ પાછું ચુસી લેવાનું કહ્યું. તે વારે સર્ષે કહેવા લાગ્યો કે અમારા કુળના સર્પો કોઈને ડંખ દીએ નહિ અને જે ડંખ દીએ તો તે વમેલા વિષને પાછું લીએ નહિ (ગંધનકૂળના સર્પો પાછું લીએ) તે વારે ગારૂડીએ કહ્યું કે જે વિષ પાછું ન લે તો અગ્નિના કુંડમાં પડવું પડશે, તે સાંભળી સર્ષ ગુંચળું વળીને અગ્નિના કુંડમાં પડવા લાગે, ત્યારે ગારૂડીએ તેને કહ્યું કે, રાજાને એકજ પુત્ર હોવાથી રાજા નિર્વશી થાય છે, તે વારે સર્પ કહે કે રાજા નિર્વશી થાય તો ભલે પણ મારા કુળની રીતિ, વમેલા વિષને પાછું લેવાની નથી, એમ કહી સર્ષ અગ્નિના કુંડમાં પડી બળી મુવો પણ મેલું વિષ પાછું ખેંચી લીધું નહિ. આ દૃષ્ટાંત સાધુઓને માટે છે. જે વસેલા ભોગોને ફરી ઈચ્છવા તે જન્મ મરણ રૂપ સંસાર પરિભ્રમણના હેતુ જાણવા.
जइ तं काहिसि भावं, जा जा दिच्छसि नारिओ।
वाया विध्धु व्व हडो, अहि अप्पा भविस्ससि ॥९॥ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪