________________
૧૬
દશવૈકાલિક સૂત્ર
एवं कति संबुद्धा, पंडिया पवियकखणा ।
विणिअति भोगेसु जहा से पुरिसुत्तमो तिबेमि ॥११॥
૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ શબ્દાર્થ-એરીતે કરે છે સારી રીતે બોધ પામેલા સત્યગ્રાહક બુદ્ધિ
શાલીઓ-વિચક્ષણ પાછા ફરે છે ભોગોથી જેમ તે પુરુષોમાં ઉત્તમ
તેમ કહું છું. ૧૧ ૧૨
ભાવાર્થ-જેમ પુરુષમાં ઉત્તમ રથનેમી, રામતીના વિશિષ્ટ વચનથી-ઉપદેશથી વિષયરૂપી વિષથી પાછા હડી સંયમમાં સ્થિત થયા, તેવી જ રીતે તત્વના જાણુ વિષયભેગોના કડવા વિપાકને જાણી વિચક્ષણ મુનિએ વમેલા ભેગને સેવવાથી થતી આત્મગુણની હાનીના જાણકાર તથા પાપભીરુ આત્મા વિષય ભોગોને ફરી ગ્રહણ કરતા નથી. આ દષ્ટાંતથી સાધકે સ્ત્રીના પરિચયથી દૂર રહેવું તે આત્મશ્રેયનું કારણ જાણું સ્ત્રી સહવાસ કરવો નહિ.
બીજું અધ્યયન સમાપ્ત,