________________
આનંદઘનજીને સમય.
7 આનંદઘનજીનો સમય, આપણું ચરિત્રનાયક શ્રીમદ્ આનંદઘનજીના સંબંધમાં પ્રકીર્ણ વાતે મળે છે તે પર વિચાર કરીએ તે પહેલાં તેમને સમય નિર્ણય કરવાનાં સાધને આપણે ઐતિહાસિક દૃષ્ટિથી વિચારીએ. તેઓનાં માતપિતા કેણુ હતાં, તેઓ કયા શહેરમાં રહેનારા હતા. તેમણે કયારે દીક્ષા લીધી, તેઓને જ્યારે દેહત્સર્ગથ, વિગેરે સંબધી કાંઈ આધારભૂત હકીક્ત મળતી નથી તેથી આપણે સંગે વિચારીને તેઓના જન્મસ્થાન અને સમય સબધી વિચાર કરીએ. આવા વિચારે નિર્ણયાત્મક તે કદાપિ હોઈ શકે જ નહિ, કારણ કે અનુમાનના આધારપર જ રહેવાનું જ્યાં હોય છે ત્યાં વિશેષ સાધન મળતા અનુમાન કરવાનાં કારણે ફરી જાય છે અને કેટલીકવાર પૃથકરણ કરવાની જૂદી જૂદી પદ્ધતિથી એક જ બાબતે જુદાં જુદાં અનુમાનપર લાવી મૂકે છે. આવા અનુમાનેને નિર્ણયાત્મક માની લેવાની અને તેને સિદ્ધાન્ત તરીકે જણાવી દેવાની ખલના ઘણા લખનારાઓ કરી નાખે છે તે સંબંધમાં વિશેષ સંભાળભરી રીતે કામ લેવાની જરૂરીઆત અનેક કારણેને લઈને જણાય છે. આનંદઘનજીને સમય વિચારતાં નીચેની હકીકતે ખાસ ધ્યાન ખેંચનારી જણાય છે.
આપણુ ચરિત્રનાયક શ્રી આનંદઘનજીને સમય શોધવાનાં સાધનમાં સૌથી અગત્યનું લેખિત સાધન શ્રીમદવિજયજીએ રચેલી અષ્ટપદી છે. એ અષ્ટપદીપરથી જણાશે કે તે સદરહુ ઉપાધ્યાયજીએ આનંદઘનજીના મેળાપ સમયે કરેલી સ્તુતિરૂપ છે. એમાં વપરાયેલી ભાષા અને માનના શબ્દોથી અનુમાન કરવા ચગ્ય ઘણી સીધી હકકત પ્રાપ્ત થાય છે. ઉક્ત ઉપાધ્યાયજી અને આનંદઘનજીને સબંધ વિચારતાં આ અષ્ટપદી પર આપણે ફરીવાર વિવેચન કરવું પડશે, પરંતુ અત્ર પ્રસંગોપાત તે વિચારી લઈએ. એ નૂતન પ્રકારની ઉપાધ્યાયજીની કૃતિ બહુ વિચારીને સમજવા ચેાગ્ય છે. સદરહુ અષ્ટપદી આ પ્રમાણે છે. (શ્રી યશોવિજયજીનાં સઝાયપદ સ્તવન સંગ્રહ-પ્રકાશક શેઠ વીરચંદ દીપચંદ સી. આઈ. ઈ પૃષ્ઠ ૨૮૬ દ્વિતીય વિભાગ).