________________
26
આનંદઘનજી અને તેને સમય વરસ થયાં સિથાર બેસવાને સમય આવ્યે નહોતે. સત્તરમાં સકામાં મુગલાઈ રાજ્યમાં કાંઈક સારી સ્થિતિ રહી, છત્રપતિ શિવાજીની આણ પ્રવતી અને જનસમાજમાં એક પ્રકારની સામાન્ય શાંતિને પ્રવાહ પ્રસર્યો. આ પહેલાંના સેળમા સૈકામાં વિચારશીલ જેને ને એમ પુરણુ થઈ હોય એમ જણાય છે કે ખરા વિદ્વાને અને ધુરંધર શાસન પ્રેમીઓ ઉત્પન્ન કરવા માટે સારા સાધનો તૈયાર કરવાની જરૂર છે અને તેટલા માટે તેઓએ ઘણુ ગ્રંથની શુદ્ધ પ્રતે લખાવી તેને માટે મોટા ભડા (લાઈબ્રેરી) સ્થાપિત કર્યા. અત્યારે મોટે ભાગે ગ્રંથ મેળવવા હોય તે કાગળ ઉપર લખાયલા સારા ગ્રંથાની નકલ સવત્ ૧૫૦૦ થી ૧૭૫૦ સુધીની મળી આવે છે તેમાં પણ સાળમા સૈકાઓ માટે અગત્યનો ભાગ ભજવે છે. આવી રીતે સાધન તૈયાર થયા એટલે એનો લાભ લેનાર સત્તરમા સૈકાના ઉત્તરાર્ધમાં અને અઢારમાની શરૂઆતમાં ઘણું શાસનરક્ષકે નીકળી આવ્યા અને એમ કહેવાય છે કે સત્તરમાં સૈકામાં બાવન પડિતે જૈનમાં થયા અને તેઓ લગભગ એક સાથે થયેલા જણાય છે. આ સંબંધી વિશેષ હકીક્ત આગળ વિચારવામાં આવશે, અત્ર કહેવાનું તાત્પર્ય એ છે કે વિક્રમને સત્તર સેકે જૈન કેમને માટે તેની પૂર્વના ૪૦૦ વરસના પ્રમાણમાં બહુ સારો થયે આપણુ ચરિત્રનાયક એ જ સમયમાં થયા છે એમ જ્યારે હવે પછીની હકીક્તપરથી જણાશે ત્યારે આનદ થાય તેવી બીજી ઘણુ હકીકત તેમાથી મળી આવશે, આ બાવનપતિના નામમાંથી કેટલાકની હકીક્ત કાઈકાઈમળી આવે છે. તે સમયમાં ઘણું બનાવ બન્યા છે જે જૈન કેમે નોંધી રાખ્યા છે. આથી આપણું ચરિત્રનાયકના સમયને ઈતિહાસ જાણવાની કેટલીક જિજ્ઞાસા તૃપ્ત થવાને સભવ છે. અહીં ઐતિહાસિક દૃષ્ટિએ જોતા જે હકીક્ત હી તે પરથી એક રહસ્ય પણ પ્રાપ્ત થાય છે અને તે એ છે કે અત્યારે સારાં સાધને તૈયાર કરાવ્યાં હાય તે ભવિષ્યમાં તેને લાભ લેનાર જરૂર નીકળી આવશે એમ ઈતિહાસ સાબિત કરે છે. અત્યારે સુંદર છપાતાં પુસ્તક વાંચનાર ન હોય તે તેથી ખેદ પામવાનું નથી, એવા અનેક સાધને તૈિયાર કરી ભવિષ્યની પ્રજાને સાધને જ આપવાની આપણી ફરજ છે, એને લાભ લેનારા જરૂર નીકળશે એમ પૂર્વને ઈતિહાસ સૂચવે છે.