________________
અને પ્રત્યેક વનમાં મુનિ વૃન્દ શોભે છે. જ્યાં પ્રત્યેક
જન ઉપર મોટા મોટા કેટ, નગરમાં ગગન ચુખીમંદિર, પ્રત્યેક માર્ગમાં ભરવાડની સ્ત્રીઓ મુસાફરોને બોલાવી બોલાવી દૂધ દહીં, ઓદનાદિથી આતિથ્ય કરે છે. કાળા મગ, કંકુ, ઘી, કાચી સેપારી, તથા તાંબુલ પત્રોથી પરિપૂર્ણ છે.
મેરની પીંછી રૂપ છત્રને ધારણ કરેલ વૃક્ષની હળ. નાયકની જેમ દેખાય છે. વિદેશમાં પણ સર્વના મેં લાલા કરનાર નાગરવેલના પાન સૌરાષ્ટ્ર દેશને યશસ્વી બનાવે છે, પોતાની મેળે ઉન્ન થયેલી નાગરવેલના પાનની વેલીઓ વડે બંધાયેલ સેપારીને ઝાડ જ્યાં છે. ત્યાં બાળક હીંચકા ખાય છે. સમુદ્ર કિનારા પ્રત્યેક ઉદ્યાનમાં નાગર વેલડીને મંડપમાં કુમારીકાઓ કીડા કરતી વખતે નાગ કન્યાની જેમ દેખાય છે. કવિઓથી કંટાળેલી સરસ્વતી કાશ્મિરથી ચાલીને આ દેશમાં ન આવી હોય તેમ બાલાઓ અપૂર્વ પ્રકારના “દુહાઓની રચના કરે છે. જ્યાં ચારણે રાજાએની સભામાં હાથી માફક ગર્જના કરતાં રાજાની સ્તુતિ કરે છે અને દુશ્મન રાજાઓના પક્ષને દૂર કરતાં, મિથ્યા–ીઓના મિથ્યાત્વને નાશ કરનારી, બિરૂદાવલી ગાય છે. અજ્ઞાન તે અંજનાચલ પર્વત ઉપર જઈને રહ્યું છે અને કવિઓએ આકાશને પત્ર બનાવ્યું છે. શેષનાગની ફણાઓરૂપી હજાર હાથથી લખવાવાળા કવિઓ ભગવાનના ગુણો લખવાના પારને પામી શકતા નથી. એવા મહાન વિદ્વાને