________________
સિંધુને આશ્રિત વૈતાઢય નામને પર્વત છે. ભલમનસાઈ રાખનાર પુરૂષોને જેમ સ્ત્રી ખંડિત કરે છે તેમ, બહારથી ઉંચા શિખરે વડે શેભત, હદયથી કુટનિતિમાં ચતુર, ભરત ક્ષેત્રના બે વિભાગ કરીને પિતાની પત્નિરૂપ ગંગાસિંધુ દ્વારા ભરતક્ષેત્રના છ ટુકડા કરનાર વૈતાઢય પર્વત શોભી રહ્યો છે.
સૌરાષ્ટ્રનું વર્ણન છએ ખડેમાં દક્ષિણ દિશાના અર્ધ ભારતના મધ્ય ખંડમાં છ દર્શનમાં શ્રેષ્ઠ એવા જૈનેન્દ્ર દર્શનની સમાન અત્યંત ઉત્તમ મધ્યખંડ છે. સંપત્તિઓથી ભરપુર અને આપત્તિઓથી રહિત, અતિવિસ્તાર યુક્ત દેવલોકના એક ભાગ સશ સૌરાષ્ટ્ર નામે દેશ છે. પ્રવેશ અને નિર્ગમન કરવા માટે પવિત્ર સંઘના વિશાળ એક રૂપ છે, સજજનેના કાનને અમૃતસમાન એવા તીર્થંકર પરમાત્માને યશોગાન આજે પણ ગવાય છે. આજે પણ તીર્થંકર પરમાત્માના વિહારથી ભયભીત બનેલા દુકાળ તથા ભય તે ભૂમિમાં પ્રવેશી શકતા નથી. જ્યાં આજે પણ પુનમના દિવસે થતા ઉત્સવો વિમળાચલ ઉપર મૂક્તિએ ગયેલા મુનિની યાદ આપે છે. શ્રી પુંડરિક સ્વામિનું સ્મરણ કરીને શત્રુંજય પર્વતમાંથી નીકળતા અને ખડખડ અવાજ કરતાં ઝરણાંઓ જાણે કે રૂદન કરતા અને આંસુ સારતાં હોય તેમ વહી રહ્યા છે.
જ્યાં અભૂત તીર્થ ગીરનારજીના પગને પશ્ચિમને સમુદ્ર પિતાના પાણીથી પુણ્યાથી આત્માની જેમ પ્રક્ષાલિત કરે છે. ગિરનારની વનરાજીઓમાં દેવાંગનાઓ ભગવાન નેમિ