________________
નિશ્ચય કરીને મારાથી કરાયેલા “અમમ ચરિત્રને વિદ્વાનજને જરૂરથી સાંભળશે –
દ્વીપમાં ચકવતિપણાને ધારણ કરનાર, વિશાલ જબુવૃક્ષથી શોભાયમાન, સંપૂર્ણ પૂર્ણિમાના ચંદ્રમાની જેમ ગોળાકાર એકદ્વીપ છે. શ્રી શેષનાગની વિસ્તૃત ફણુંએના ગોળાકાર છત્રની જેમ, આ દ્વીપમાં સુવર્ણકલશની શેભાને ધારણ કરનાર, અનેક દિવ્ય રત્નથી ભરપુર સુવર્ણચલ (મેરુ) વિરાજમાન છે. દીપક ઉપર રહેલા કાજળના ઢાંકણની જેમ જગતની લક્ષ્મીરૂપ મેરૂ પર્વત ઉપર કાજળઘેર આકાશ શોભે છે, પુત્રમાં પોતાની જેમ, ક્ષેત્રમાં માનદંડની જેમ, નદીઓમાં જળની જેમ, રાશીઓ વડે, પૃથ્વીનું વિભાજન કરતા સૂર્ય ચંદ્ર કીરણની જેમ મનુષ્યલકની લક્ષ્મીના દર્પણ સમાન મેરૂપર્વત શોભાયમાન છે, તે જંબુદ્વીપમાં હીમાલયના દક્ષિણ ભાગમાં ઘણું વાદળા સ્વરૂપ આગમોથી સિંચાતા એવા મનુષ્યોને પુણ્યરૂપી ધાન્ય આપવાવાળું ભારત વર્ષ નામે સુંદર ક્ષેત્ર છે. ગંદાની જેમ સિંધુ નદી, નન્દકની સમાન ગંગા નદી, અને શારંગ ધનુષ્યની સમાન હીમાલયને ધારણ કરતાં સનાતન વિષ્ણુની સમાન ભારત વર્ષ ક્ષેત્ર શોભી રહ્યું છે. જેમાં ઋષભકુટનામને પર્વત હમણાં પણ ચક્રવતિઓના પિતાના હસ્તકમલથી, લખાયેલી નામની પંક્તિઓ મોતીઓના હારની જેમ ધારણ કરીને શોભી રહેલ છે. જ્યાં રૂપા તથા મણિને કીરણેથી ભસ્મની શેભાને ધારણ કરનાર ગંગા તથા