Book Title: Siddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
પ્રવચનના સંપાદકને તમો જે વખત પ્રવચનપત્રમાં માત્ર રિપોર્ટર તરીકે કામ કરતા હતા, પણ હાલની પેઠે કાર્ય નહોતા કરતા તે વખતે તમારા વકતાએ સ્થાન સ્થાન પર સ્પષ્ટપણે અને ઘણાજ વિસ્તારથી જાહેર કરેલું છે કે વાલીમુનિજીએ રાવણને કરેલા શિક્ષણમાં રાગ કે દ્વેષ સર્વથા હતાજ નહિ અને શ્રી આચાર્યદેવશ્રીનું કથન એ હતું કે રાવણ તીર્થનો દ્રહી હતી અને તેથી તેના ઉપર તે કારણથીજ થએલા રોષને અંગેજ તે શિક્ષણ હતું. હવે તો તમારા વક્તા વાલીમુનિજીએ કરેલ શિક્ષા રાગદ્વેષયુક્ત હતી પણ વીતરાગતા એટલે સર્વથા રાગદ્વેષ વિનાની દશાવાળી ન હોતી એમ તમારા દ્વારા જાહેર કરતા હોય તો શાસનપ્રેમીઓને આનંદજ છે. સંપાદકજી ! અંત્યે સત્ય તરી આવે છે એવી લોકોક્તિ ખરેખર સાચી નીવડી છે અને તેથી તમારા હાથેજ પ્રવચનવક્તાની પીછેહઠ સિદ્ધ થઈ ગઈ છે, કેમકે તમારા જણાવવા પ્રમાણે આટલી વાત તો નક્કી થાય છે (વર્ષ ૭ અંક ૩૬-૩૭) ૧ તમે કબુલ કર્યું છે કે શાસ્ત્રાર્થ અટકાવવા માટે ચિઠ્ઠી પાછી મોકલવી એ
રસ્તો ત્રણ ધર્મપ્રેમી ગૃહસ્થોને તમારા પ્રવચનવકતાએજ જણાવ્યો. તમો કબુલ કરો છો કે ત્રણ ધર્મપ્રેમી ગૃહસ્થો પહેલાં તમારા વકતા પાસે આવ્યા, તે પછી આચાર્યદેવશ્રી પાસે ગયા, એટલે શાસ્ત્રાર્થ અટકાવવાની ઓફર
તમારા વક્તા તરફથી તેઓ આચાર્યદેવશ્રી પાસે લઈ ગયા. ૩ તમો કબુલ કરી છે કે પ્રવચનવક્તાએ પ્રવચનના નામ વિના પોતાના લેખને
અંગે આવતી સમાલોચના સ્વીકારી હતી. તમો કબુલ કરો છો કે આચાર્યદેવશ્રીએ તમારા વક્તાને તે સમાલોચના જોવા મોકલી હતી અને તેમાં દુઃખદાયી માત્ર શબ્દો હોય તે કહાડી નાખવાની આચાર્યદેવશ્રીએ છૂટ આપી હતી અને તેનો લાભ તમારા વક્તાએ પૂરેપૂરો લીધો પણ હતો. તમો કબુલ કરો છો કે સમાલોચના કે જે તમારા વકતાની જિજ્ઞાસા અને તૃપ્તિ ઉપરજ આવતી હતી છતાં એક વખત તે આવે તો પણ તેની ઉપર | જિજ્ઞાસા અને તૃપ્તિ નહિ લખવાની તમારા વક્તાએ કબુલાત આપી હતી.
(જુઓ ટાઇટલ પાનું ત્રીજું)