Book Title: Siddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
સાધકોને માટે વર્તમાનશાસનની અદ્વિતીયતા
सुषमातो दुष्षमायां, कृपा फलवती तव (प्रभोः)
मेरुतो मरुभूमौ हि, श्राध्या कल्पतरोः स्थितिः ॥१॥
ભગવાન્ જિનેશ્વરોની મહેરબાનીથી ત્રીજા અને ચોથા આરા કે જે સુષમધ્યમ અને દુષ્યમસુષમ તરીકે ગણાતા હોઈ સુષમાકાલને નામે ઓળખી શકાય, તે ત્રીજા ચોથા આરારૂપી સુષમાકાલમાં જે ફલ થયું હતું તેના કરતાં આ દુષમાં નામના પાંચમા આરામાં ભગવાનના શાસનનું ફલ ઘણું જ વખાણવા લાયક છે. જો કે મોક્ષપથની આરાધના બને, તે આરામાં અને આ પાંચમાઆરામાં પણ સરખી જ છે, અર્થાત્ મોક્ષપથની આરાધનામાં કાલભેદે કોઈ પણ ભેદ નથી, છતાં ત્રીજો અને ચોથો આરો અન્ય કેવલજ્ઞાનિયો અને મનઃપર્યાયઆદિજ્ઞાનવાળાના સમાગમને લીધે મેરૂસમાન હતો, પણ આ પાંચમો આરો તો અન્ય કેવલજ્ઞાનિઆદિના અભાવવાળો હોવાથી મરૂભૂમિ જેવો છે, માટે તે પાંચમા આરારૂપ મરૂભૂમિમાં આપની (ભગવાન્ જિનેશ્વરોની) હેરબાનીરૂપ શાસનપ્રણાલિકારૂપ જે કલ્પવૃક્ષ તે અત્યંત વખાણવા લાયક છે, એટલે શાસનની આરાધના કરી મોક્ષપંથે પ્રયાણ કરનારા માટે તો આ પાંચમો આરો કોઈપણ પ્રકારે ઉપેક્ષા કરવા લાયક નથી, પણ અત્યંત અનુમોદવા લાયક છે. મેરૂમાં રહેલાં કલ્પવૃક્ષો કરતાં મારવાડમાં રહેલ કલ્પવૃક્ષ અત્યંત પ્રશંસાને પામે છે.
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ ૧ ભગવાન્ જિનેશ્વર મહારાજાઓ પ્રશસ્ત કે અપ્રશસ્ત બન્ને પ્રકારના રાગે કરીને રહિત હોય છે
અને તેથી તેઓને જેમ પ્રશસ્ત અપ્રશસ્ત બન્ને પ્રકારનો વૈષ ન હોવાથી કોઈપણ જીવની ઉપર અપ્રીતિ કે અરૂચિ હોતી નથી તેવી જ રીતે કોઈપણ જીવ ઉપર પ્રીતિ કે રૂચિ હોતી નથી, પણ જેમ સૂર્યને મનુષ્ય કે પ્રાણી ઉપર રાગ નહિ છતાં તેના ઉદ્યોતથી સર્વને ઉપકાર થાય તે વખતે તે તે ઉપકારને અંગે ગુણનું બહુમાન કરનાર તે તે મનુષ્ય સૂર્યની મહેરબાની ગમે તેવી રીતે શ્રીજિનેશ્વરમહારાજના તત્વમઉપદેશના પ્રતાપે જે જીવોને ઉપકાર થાય તેઓ ભગવાન્ જિનેશ્વરોની મહેરબાની ગુણજ્ઞપણાને લીધે માને તેમાં નવાઈ નથી, અથવા ભગવાન્ જિનેશ્વરોએ અશરણ અને દુઃખથી પીડાયેલ જગતને દેખીને તે જગતને જન્માદિ દુઃખોથી બચાવવારૂપ દયાથી જ શાસન થાપ્યું છે અને તેથી તે શાસનરૂપ કાર્યને દયારૂપ કારણને નામે ઓળખાવીને તે શાસનની સ્તુતિ કરાય તેમાં પણ નવાઈ નથી. ધ્યાનમાં રાખવું જરૂરી છે કે દુઃખી પ્રાણિઓના દુઃખ નાશ કરવાની મતિ ક્ષાયોપશમિકાદિગુણરૂપ છે, પણ તે કોઈપણ પ્રકારે મોહિનીઆદિના ઉદયરૂપ નથી. ભગવાનના વિહાર ઉપદેશ વગેરે અભિપ્રાયપૂર્વક હોય છે, તો પછી શાસનની સ્થાપના અભિપ્રાય પૂર્વક હોય તેમાં આશ્ચર્ય નથી, જ્ઞાનના સાધનરૂપ વિચારો ન હોવાથી અહિં તેનો બાધ નથી. વ્યાકરણની અપેક્ષાએ બે પદવાળા શબ્દમાં હેલો કે બીજો કોઈપણ ઉડી શકે છે અને તેથી ભીમસેનને માટે ભીમ અને સેન એ બેમાંથી કોઈપણ શબ્દ વાપરી શકાય છે, તેવી રીતે અહિ ત્રીજા આરા માટે અંત્યનો દુષ્કમાશબ્દનો લોપ અને ચોથા આરા માટે આદિમાં રહેલા દુષ્પમશબ્દનો લોપ કરી બન્ને આરાને સુષમાશબ્દથી કહેલા છે.