Book Title: Siddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
--)
જે જે જે
દ
પરમેશ્વરનો પ્હાડ
આત્મા જેવી ચીજ ઓળખાવનાર જો કોઈ જગતમાં હોય તો ફક્ત પરમેશ્વર. આત્મા એ સ્પર્શ રસ, ગંધ અને રૂપ અને શબ્દ વિનાનો હોઈ તેનું જ્ઞાન ધરાવનાર વ્હેલો પરમેશ્વર.
આત્મા જ્ઞાન દર્શન અને ચારિત્ર સ્વરૂપ છે એમ જોનાર અને સમજાવનાર પરમેશ્વર. આત્મામાં સ્વાભાવિક અનાબાધ સુખ છે એવું આદ્ય જાણનાર અને જણાવનાર પરમેશ્વર. આત્માને આવરીને તેના ગુણોનો પ્રકાશ રોકનાર એવી ચીજને ચોકખી જોનાર પરમેશ્વર. તે આત્માના ગુણનાં આવરણો જેનાથી ઉત્પન્ન થાય, જેનાથી વધે, જેનાથી અનુબંધવાળાંન થયા, તે બધું જોનાર પરમેશ્વર.
આત્માનાં આવરણોનું રોકાણ કેમ થાય તે રોકાણ ટકે છે કેમ ? અને પરંપર ફલને આપે
છે કેમ ? એ જાણનાર પરમેશ્વર.
આત્માના આવરણોને ટાળવા માટે ક્યા સાધનોની જરૂર છે ? તે જાણનાર પરમેશ્વર. T
આવરણોને ટાળનાર અને રોકનાર એવા આખો વર્ગ ઉભો કરી ટાળવાને રોકવાનો પ્રવાહ કરનાર પરમેશ્વર.
આવરણોને રોકનાર અને ટાળનાર વર્ગના સાધનોની સામગ્રી ગોઠવનાર અને ખીલવનાર પરમેશ્વર.
જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિર્જરા બંધ અને મોક્ષ એ તત્ત્વોને જણાવનાર શાસન સ્થાપનાર પરમશ્વર.
અજીવ અજીવના ભેદો પૃથ્વી પહાડ પાણી વાયુ વનસ્પતિ ઢોર મનુષ્ય નારક અને દેવ એ - બધા કેમ કેમ કયા કયા કર્મોથી ઉત્પન્ન થાય છે ? એ જણાવનાર પરમેશ્વર.
અજ્ઞાનઅંધકારથી વ્યાપ્ત જગતમાં જ્ઞાનઉદ્યોત કરનાર પરમેશ્વર.
મોહમંદરાથી મત્ત થયેલ જગતમાં મદિરાના છાકને મટાડનાર આદ્યપુરુષ તે પરમેશ્વર. કર્મની કઠિન કારમી જુલમગારીને જાણીને જીવાત્માને શિવાત્મા બનાવનાર પરમપુરુષ પ્ર - પરમેશ્વર.
. આત્માના જ્ઞાનાદિ ગુણરૂપ રત્નના અખુટ ખજાનાને નહિં ૫માવા દેનાર કર્મકંટકોને બાળીને પ્ર ભસ્મ કરવા તપ કરનાર પરમેશ્વર.
દીવાથી અનેક દીવા પ્રગટે તેમ ઉદ્ધત એવા પોતાના આત્માથી અનેક આત્માઓનો ઉદ્ધાર કરનાર પરમેશ્વર.
જેના ત્રણજ પદથી ભાગ્યશાળી પુરુષો સકલ શાસ્રોનો રચવાની શક્તિ મેળવે છે તે પરમેશ્વર. જેના ગર્ભ જન્મદીક્ષા કૈવલ્ય અને નિર્વાણના વખત સચરાચર જગત નારકી સુધ્ધા પણ આનંદ પામે છે તે પરમેશ્વર.
☀☀☀☀ ☀ ☀)
જેના જન્મ આદિ વખતે ત્રણે ભુવનમાં ઉદ્યોત થાય છે તે પરમેશ્વર. જેના મરણ વખતે આખા જગતમાં અંધારૂં થાય છે તે પરમેશ્વર.
જેની માતા ચઉદ ગજવૃષભાદિ સ્વપ્નો ગર્ભ વખતે દેખે છે તે પરમેશ્વર.
لا لا لا