Book Title: Siddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 687
________________ શ્રી સિદ્ધચક્ર ૫૬૭ જ પહેલાં જીવતત્વ ન કહેતાં પહેલાં મોક્ષતત્વ કહેવાની જ જરૂર હતી. હવે આ શંકા કેટલે દરજ્જે સાચી છે તે વિચારજો. સૌથી પહેલાં તત્વ તરીકે જીવતત્વ કહેવામાં આવ્યું છે અને તેનું નિરૂપણ છે એ આત્માના પરમ લાભને માટે જ યોજાયેલું છે એમ તમે ખાતરીથી માનજો. જીવનું નિરૂપણ કરવાથી લાભ એ થાય છે કે તેથી આત્મા વિશુદ્ધ સ્વરૂપવાળો બને છે અને તેને વિશુદ્ધ સ્વરૂપવાળો બનાવવા માટે જ જીવતત્વનું પહેલાં નિરૂપણ કરવામાં આવેલ છે. અર્થાત્ એ ગોઠવણ યોગ્ય છે એમ સાબીત થાય છે. જે વસ્તુને અંગે કાંઈ પ્રવૃત્તિ નથી હોતી, જે વસ્તુને અંગે કાંઈ ઉપયોગિપણું નથી હોતું, જેને અંગે કાંઈ છાંડવાલાયકપણું નથી હોતું તેવી વસ્તુઓ જાણીએ અગર ન જાણીએ તેમાં કાંઈ ફરક પડતો જ નથી. ધારો કે તમારા ગામના રાજમાર્ગ ઉપર એક છેડેથી બીજે છેડે સુધી પથરા મૂકેલા છે તો એક છેડેથી બીજે છેડે સુધી મૂકાયેલા પથરામાં કેટલાં નંગ છે એ તમ ગણવા નથી બેસતા, કારણ કે તમે જાણો છો કે એ પથરાને અંગે પ્રવૃત્તિનિવૃત્તિથી તમોને કશો જ લાભ યા અલાભ નથી પરંતુ જો એ પથરા ગણવા માંડો તો ઉલટી તમારા સમયની બરબાદી જ છે ! આથી જેને અંગે પ્રવૃત્તિનિવૃત્તિથી કાંઈ લાભાલાભ જ નથી તે વસ્તુ માટે જગતના જીવો પણ પ્રવૃત્તિનિવૃત્તિનો વિચાર રાખતા નથી. તમે એ પથરાઓના તોલ, માપ, આકાર, સંખ્યા ઇત્યાદિને જાણી લો તેથી એ તોલમાપાદિમાં કાંઈ વધારો થવાનો નથી યા તમે તોલ, માપ, રૂપ, રંગ ઇત્યાદિને ન જાણો તેથી તે પથરાઓના સ્વરૂપમાં કશો જ ઘટાડો થવાનો નથી. અર્થાત્ તમારા જાણવા ન જાણવાથી એ પદાર્થના સ્વરૂપમાં પલટો આવતો નથી. તા. ૧૫-૧૦-૧૯૩૬ એ જ પ્રમાણે જીવતત્વ પરત્વે પણ તમારે સમજવાનું છે. તમે જીવતત્વને જાણો અને તેને અંગે તમારી કાંઈ પણ પ્રવૃત્તિનિવૃતિ ન હોય તો પછી તમારું જીવતત્વ જાણેલું નિષ્ફળ છે એટલું જ નહિ પરંતુ તમારામાં અને નાસ્તિકમાં પછી કાંઈ ફેરફાર રહેલો છે એમ પણ કહી શકવાને અવકાશ રહેતો નથી. તમે જીવતત્વ માનીને બેસી રહો અને તેને અંગેની કાંઈ પ્રવૃત્તિનિવૃત્તિ ન કરો અને નાસ્તિક પણ એ અંગેની પ્રવૃત્તિ નથી કરતો તો પછી તમારામાં અને નાસ્તિકમાં ફેર શો ? કાંઈ જ નહિ. ખરું પૂછીએ તો ઉલટો નાસ્તિક વધારે સારો ગણી શકાય, કારણ કે તે બિચારો જીવતત્વને જાણતો જ નથી, તેને માનતોય નથી, એટલે તેને આઘેપાછે કાંઈ જોવાનું જ હોતું નથી, પરંતુ જે જીવ માને છે, જે જીવતત્વને સ્વીકારે છે, તેણે તો સમજવાની જરૂર છે કે તેની ધર્મકાર્યમાં પ્રવૃત્તિ ન હશે તો તેને ચાલવાનું નથી, એથી કર્મ બંધાશે, દુર્ગતિ થશે અને મોક્ષ નહિ મળે, જે જીવતત્વને નથી જાણતો તે તો એ વિષય પરત્વે કાંઈ પણ કામ નહિ જ કરે પંરતુ જે જાણીને પણ નહિ કરે, તેને તમે કેવો કહેશો ? આંધળો આંખો મીંચીને ચાલે તો કુવામાં પડે એ સ્વાભાવિક છે પરંતુ દેખતો પણ કુવામાં ભુસ્કો મારે તેને શું કહેવું વારું? સોલ્જર અને સગૃહસ્થની સ્થિતિનો ફેરફાર કર્મથી નિવૃત્ત થવું અને મોક્ષ મેળવવો એ સઘળી ઉપાધિ જીવ જાણનારાને છે, બીજાને નથી. જે આત્મા જીવ માનતો જ નથી, તેને તો પાપપુણ્યસદ્ગતિ દુર્ગતિ મોક્ષ કે બંધ એમાંથી કશાનો વિચારજ આવતો નથી ! જે જીવ નથી માનતો તે તો લશ્કરના સિપાઈ જેવો છે, જ્યારે જીવને માનનારો તે સભ્ય ગૃહસ્થની કોટીમાં છે. લશ્કરના સોલ્જરને મનુષ્યવધ કરતી વખતે કાંઈ વિચાર જ કરવાનો હોતો નથી, તેને દયા ઉપજતી નથી, તેને

Loading...

Page Navigation
1 ... 685 686 687 688 689 690 691 692 693 694 695 696