Book Title: Siddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૫૬૬
શ્રી સિદ્ધચક્ર
અમોઘ દેશના
સો
કર્મ રાજાનો લશ્કરી
શાસકાર મહારાજા ન્યાયાચાર્ય શ્રીયશોવિજ્યજી ઉપાધ્યાયજી મહારાજાશ્રીએ ભવ્ય જીવોના કલ્યાણ અર્થે ધર્મોપદેશ આપવાને અર્થે જ્ઞાનસાર પ્રકરણ નામકગ્રંથ રચ્યો છે. એ ગ્રંથ રચતાં તેઓશ્રી જણાવી ગયા છે કે દરેક ભવ્ય જીવોએ, ધર્મના અર્થ આત્માઓએ, મોક્ષની ઇચ્છા રાખવાવાળાઓએ, આત્માના ગુણો પ્રકટ કરવા જેઓ ચાહતા હોય તેવાઓએ તથા એ પ્રકટ થયેલા ગુણોને જે અવ્યાબાધ રાખવા માગતા હોય તેવા આત્માઓએ પોતાનું સ્વરૂપ, સ્થિતિ, સંયોગો વગેરે જાણવાની ઇચ્છા કરવી જોઈએ. જેઓ કાંઈપણ ક્રિયા કરે છે તેઓ વસ્તુના સ્વરૂપ, સ્થિતિ અને સંયોગ એ એ ત્રણવાનાંઓને સૌથી પહેલાં લક્ષમાં લે છે. જો તેઓ સ્વરૂપ, સંયોગો અને સ્થિતિ ધ્યાનમાં લેતા નથી તો તેમને હાથે કોઈપણ જાતની કાર્યસિદ્ધિ થવા પામતી જ નથી. તમે વ્યવહારમાં વિચારી જોશો તો તમોને માલમ પડશે કે અહીં પણ એ જ સ્થિતિ પ્રવર્તે છે. કોઈ સાધારણ કાર્ય કરવા માંડતા પહેલાં પણ લોકો એ કાર્ય પરત્વેના સ્વરૂપ, સંયોગો અને સ્થિતિ ધ્યાનમાં લે છે.
રંગારો રંગાટ કામ કરે છે તે પણ કાપડના સ્વરૂપને ધ્યાનમાં રાખે છે. તે સફેદ કાપડનો કબજો બનાવવાનો હોય તો તેને રંગે છે, પરંતુ ધોતીયાને રંગતો નથી. રંગારો કબજાના કાપડને રંગે છે પરંતુ ધોતીયાના કાપડને શા માટે નથી રંગતો ? કારણ
તા. ૧૫-૧૦-૧૯૩૬
એ જ છે કે તેણે ધોતીયાના સ્વરૂપને જોયું છે, તેણે કબજાના કાપડનું સ્વરૂપ વિચાર્યું છે અને તેથી જ તે એક ચીજને રંગે છે પરંતુ બીજી ચીજને રંગતો નથી. રંગારા જેવો સામાન્ય બુદ્ધિવાળો યા જધન્ય બુદ્ધિવાળો માણસ સાધારણ વ્યવહારના કાર્યોમાં પણ સ્વરૂપ, સંયોગોનો વિચાર કરે છે, તો જેણે આત્મા જેવી ચીજ માની છે, તે એના સ્વરૂપ, સંયોગાદિને ધ્યાનમાં લે તો કેવી રીતે ચાલી શકે? અર્થાત્ આત્મા જેવી ચીજ માનનારાઓએ તો આત્માનું સ્વરૂપ ધ્યાનમાં લેવું જ ઘટે.આથી જ સઘળા આસ્તિકોએ આત્માના સ્વરૂપનો વિચાર કરતાં દરેક આસ્તિક સંપ્રદાયોએ મુખ્યમાં મુખ્ય જીવતત્વને માન્ય રાખી જ લીધું છે. જૈનશાસન સામાન્ય જીવતત્વ માનીને જ બેસી રહ્યું નથી પરંતુ તે એથી આગળ વધેલું છે.
જૈનશાસને નવ તત્વો માનેલાં છે. એ નવ તત્વોનું નિરૂપણ કરતાં શંકાકાર એવી શંકા કરે છે કે સૌથી પહેલાં મોક્ષતત્વ જૈનશાસ્ત્રકારોએ શા માટે નથી કહ્યું ? જીવતત્વ પહેલાં કહ્યું છે પરંતુ જીવતત્વનું સાધુમહારાજાઓ નિરૂપણ કરવા બેસે અને એ નિરૂપણ થતાં પહેલાં જ શ્રોતા ચાલ્યો જાય, તો તો મોક્ષતત્વ તેના ધ્યાનમાં ન જ આવી શકે. હવે જો જૈનત્વનું મુખ્ય ધ્યેય, મુખ્ય લક્ષ, છેલ્લી વાત મોક્ષ
અને તે જ શ્રોતા ન સાંભળી શકે તો પછી તે બીજું બધું સાંભળે એનો કાંઈ અર્થ જ નથી, માટે
છે