Book Title: Siddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 691
________________ છે જેનયુવકોને : જે કે તમો આજ વર્ષોથી તન મન અને ધનથી ઉદય માટે ઉદ્યમ કરો છો, તેને માટે - તમન્ના રાખો છો, જીગરમાં જુસ્સો પણ અસાધારણપણે ધરાવો છો, છતાં તમો દેખી શકો A છો કે તમારા પરિશ્રમના પ્રમાણમાં કંઈપણ ફળ તમો મેળવી શક્યા નથી. તમો જે ધારતા ન હો કે અમોએ વાણીસ્વાતંત્ર્ય મેળવ્યું છે તો ધ્યાન રાખવું કે વાણી એ વસ્તુ જ પરના ઉદયને માટે હોય, અન્યથા ઉલૂક કાક આદિ ગગનગામીયો અને શિયાલ આદિ સ્થલગામીયો સ્વતંત્રપણે વાણીને વદે જ છે, એટલું જ નહિ, પણ તમારી વાણી ઉપર અન્ય તરફથી જ્યારે ટીકા આદિથી આ પ્રહારો થાય તો તે વાણીસ્વાતંત્ર કહેવાય કે વાણીવ્યામોહ કહેવાય. વાણીવ્યામોહથી તમારું અને ( તમારા શ્રોતાનું કયું શ્રેય: સાધ્યું કે કયું શ્રેય: સાધવા માગો છો તેનું મનન કરશે. અનાચારોમાંથી ' જ આશીર્વાદ મેળવવા મનોરથ ન રાખો. જો કોઈક પ્રકારે તમારા વર્ગે ઉદય તરફ જવામાં પગલાં ભરવાં હોય તો તમોને રૂચનાં કાર્યો ઉપાડી તેના વિધાનમાં કટીબદ્ધ થઈ જાઓ. જુઓ : આ કાર્યો તમારી રૂચિનાં છે કે નહિ ? ૧ દરેક ગ્રેજ્યુએટે પોતાની આવકનો દશમો ભાગ તમારી ધારેલી વ્યવહારિક કેળવણી સાથેની શુદ્ધ ધાર્મિક કેળવણી પાછળ ખરચવો. તમારા વર્ગમાં જે કોઈ સ્થાવર મિલ્કત વસાવે ત્યારે તેનો દશમો ભાગ પોતાની જાતના ) બેકારોની બેકારી ટાળવા માટે ખરચવો. બાલલગ્ન કે વૃદ્ધલગ્ન ન કરવાનાં પ્રતિજ્ઞાપત્રો કાઢી તે ઉપર સહીઓ કરી જાહેર કરવું છે અને જેઓ બાલલગ્ન કે વૃદ્ધલગ્નમાં માનતા હોય કે કરતા હોય તેવાઓને તમારા સમુદાયથી દૂર કરવા. જ્યારે પણ મોટર જેવાં વાહનો કે આભૂષણો ખરીદો ત્યારે તેનો દશમો ભાગ તમારી) વિધવા બહેનોના નિર્વાહ માટે કાઢવો. ૫ તમારા મંડલમાં એક વિચાર પ્રવાહ ઉભો કરી સધવા કે વિધવાબાઈઓની મુંડી સુરક્ષિત , રહે અને પહેલો હક તેની વસુલાતનો રહે એવો કાયદો કરાવવો. ૬ બેન્ક અને બજાર વગેરેમાં સઘવા કે વિધવાની રકમના વ્યાજનો દર એક આનો વધારે ' રખાવવો. ૭ હોટલ નાટક સીનેમા અને બીજાં ફાલતુ ખરચાનાં સ્થાનો બંધ કરાવવાં. આવાં કાર્યોમાં જો તમારો પ્રયત્ન થશે તો અત્યાર સુધી તમારી ધર્મવિરોધિ પ્રવૃત્તિથી | કે નિષ્ફળતા ને નિર્ધતા થઈ છે તે નહિ થાય અને તમો જગતમાં હીરા માફક ચમકતા થશો અને આ ' જેઓને તમો રૂઢિચુસ્તો કહીને નિન્દો છો તેઓનો પણ ખરેખરો સહકાર મેળવી શકશો. ' આ પાક્ષિક ધી “જૈન વિજ્યાનંદ” પ્રિ. પ્રેસ, કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ, ભૂલેશ્વર, મુંબઈમાંથી પ્રગટ ક્યું.

Loading...

Page Navigation
1 ... 689 690 691 692 693 694 695 696