Book Title: Siddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૫૪૮
શ્રી સિદ્ધચક્ર
નીતિનું પાલન કરાવી અનીતિને વારીને જો રાજ્ય ચલાવવું હોય તો તેઓને ઋદ્ધિની વૃધ્ધિ તરફ લક્ષ્ય ન દેવાય તો પણ પ્રજાના નિર્વાહ તરફ તો પહેલે નંબરે ધ્યાન આપવું જ પડે અને તે જ મુદ્દાથી ભગવાન ઋષભદેવજીએ રાજ્યગાદીનો અખત્યાર
લેવાની સાથે પ્રજાને સેંકડો કારીગરીઓ અને કામો બતાવી દીધાં. જો કે આ કારીગરીઓ અને કામો નિર્વદ્ય એટલે નિષ્પાપ જ છે એમ કહી શકીએ નહિ પણ જેમ વિવાહ ધર્માદિકમાં પોતે અનુમતિ આપી અને પોતે ચલાવેલા રાજ્યના સો ભાગો કરી સો. પુત્રોને રાજ્યગાદી પર બેસાડ્યા એ બધું જેમ કથંચિત પાપવાળું છતાં પણ પ્રજાના હિતને માટે કરવું જરૂરી હોઈને કરવું પડ્યું અને તે દ્વારાએ જ અચિંત્ય પુણ્યનું ફળ ભોગવી લીધું, તેવી રીતે આ કારીગરીઓ અને હુન્નરો પણ પ્રજાને બતાવીને પ્રજાનું હિત કરેલું હતું, અને તેથી જ શાસ્ત્રકારો સો પુત્રને સો રાજ્ય ઉપર અભિષેક કરવાની વાત જેમ પ્રજાના હિતને માટે જણાવે છે તેવી જ રીતે કારીગરી અને હુન્નરનું દેખાડવું અને પ્રવર્તાવવું એ પણ પ્રજાના હિતને માટે જ હતું એમ સ્પષ્ટ શબ્દોમાં
તા. ૧૫-૧૦-૧૯૩૬
જણાવ છે.
આ બધી હકીકત વિચારનારો મનુષ્ય સહેજે સમજી શકશે કે અનીતિમાં પ્રવર્તવાવાળાને સજા કરવા માટે ઉગ્ર, ભોગ વિગેરે ક્ષત્રિયની પેટાજાતિની
સ્થાપના સાથે જેમ જુદી ક્ષત્રિય જાતિ સ્થાપન કરવી પડી, તેવી જ રીતે નીતિની પ્રવૃત્તિ થવા માટે અને તેની મજબુતી માટે અનેક પેટાભેદવાળી વૈશ્યજાતિને સ્થાપન કરવી પડી હોય અને તેની વ્યવસ્થા પરોપકારને માટે જ કરવી પડી હોય તેમાં કાંઈપણ આશ્ચર્ય નથી. અર્થાત્ સનાતનવાદીઓના કથન પ્રમાણે અનીતિથી બચવા માટે ક્ષત્રિયજાતિની અને નીતિના પાલન માટે અથવા અનીતિ થતી રોકવા માટે વૈશ્યજાતિની સ્થાપના ભગવાનને કરવી જ પડી, એટલે પહેલો જાતિભેદ ક્ષત્રિયથી થયો અને બીજો જાતિભેદ વૈશ્યથી થયો.
હવે ત્રીજો જાતિભેદ શૂદ્રનો કેમ થયો અને બ્રાહ્મણજાતિની ક્યા રૂપે અને કેમ ઉત્પત્તિ થઈ, તે સનાતનવાદીઓની અપેક્ષાએ વિચારીએઃ