Book Title: Siddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 683
________________ શ્રી સિદ્ધચક્ર ૫૬૩ પ્રકારનું તપ અન્ય તીર્થિકમાં ન હોય એમ માનીએ તો સહેજે એમ માનવું પડે કે કર્મનિર્જરાને અંગે અસમર્થ સાધન કે અલ્પબળવાળું સાધન એ બાહ્ય તપ ગણાય અને આવી રીતે અલ્પબળને અંગે ગ્રંથકાર મહાત્માઓએ બાહ્ય તપની વ્યાખ્યા કરેલી પણ છે. નિર્જરાતત્વ માન્યા પછી કેટલાં કર્મો ખપાવવાં ? બાહ્ય અને અત્યંતર તપના વિવેચનમાં વધારે નહિ ઉતરતાં અત્યારે તો એટલું જ કહેવાનું કે મુખ્યતાએ શાસ્ત્રકારોએ / અંશ કરતાં ઓછા કર્મને ખપાવનાર સાધનને જ નિર્જરામાં મુખ્યતાએ સ્થાન આપેલું છે. એટલે પૂર્વે જણાવેલ ચરિતાનુયોગ, પ્રથમાનુયોગ કે ગણિતાનુયોગને સાંભળવા, વાંચવા કે સમજવાવાળાઓએ તેનું યથાસ્થિત ફળ મેળવવા માટે તત્ત્વજ્ઞાન તરફ વિગેરે અવ્યાહતપણે દૃષ્ટિ રાખવાની જરૂર છે અને તેવી દૃષ્ટિપૂર્વક ધર્મકથાનુયોગનું શ્રવણ અવ્યાબાધપદને આપનારું છે, માટે આ પેપરે પોતાના જન્મથીજ વાચકોને તત્ત્વજ્ઞાન થાય તેવા લેખો આપી પોતાનું ધ્યેય સિધ્ધ કરવાપૂર્વક શાસનની કે શ્રીસિધ્ધચક્રની સેવા બજાવી છે. આ પત્રે કરેલી સેવામાં ગ્રાહકો અને સહાયકોનો ફાળો જો કે આ પત્ર બજાવેલી સેવામાં સારો ફાળો અમારા કદરદાન ગ્રાહકોએ આપેલોજ છે, અને તેનો આભાર અમારે માનવો તે અસ્થાને નથી, પણ ઉપર જણાવ્યા પ્રમાણે અપરમ શુશ્રુષાવાળો વર્ગ વધારે હોવાથી તેમજ થોડા પણ પરમ શુશ્રુષાવાળા વર્ગમાં પક્ષ પ્રતિપક્ષની સ્થિતિની મહત્તાને નહિ સમજતાં તથા તેના સત્યસ્વરૂપને જાણવા તરફ નહિ દોરાતાં પક્ષ કે પ્રતિપક્ષના નામ માત્રથી નારાજ થવાવાળા ઓનો અસંભવ નથી, પણ તે મહાનુભાવોએ ધ્યાન રાખવું જોઈએ કે આ પત્ર કોઈપણ વ્યક્તિ ઉપર તા. ૧૫-૧૦-૧૯૩૬ કે કોઈપણ અન્ય પેપર ઉપર ટીકા કરવાદ્વારાએ પક્ષ પ્રતિપક્ષને જન્મ આપતું જ નથી. પણ આ પત્રમાં પ્રતિપાદન શૈલીથી લખવામાં આવેલા શાસ્ત્રસંમત અને યુક્તિસિદ્ધ વિષયો ઉપર જેઓ ઇર્ષ્યાથી કે પેપર અથવા લેખક ઉપર દ્વેષની લાગણીથી અગર અન્ય કોઈપણ કારણથી ખોટી રીતે ટીકાઓ કરે અને પત્રના સાચા અને યુક્તિયુક્ત લખાણને જૂદું ઠરાવવા જેહમત ઉઠાવે તેવાઓને માટે ટૂંકથી સમાલોચનામાં ઉત્તર આપવામાં આવે અને તેમાં એક પણ અસભ્ય કે અસત્ય લખાણ કરવામાં ન આવે, છતાં જેઓ પક્ષ પ્રતિપક્ષના નામે જ ભડકતા કે ભડકાવતા રહે તેવા માટે નિરૂપાયપણું જ અમે દાખવી શકીએ. પક્ષ પ્રતિપક્ષની સ્થિતિ દૂર રાખવાનો પ્રયત્ન જો કે આ પત્રે પક્ષ પ્રતિપક્ષની સ્થિતિને ટૂંકી કરવા માટે અનેક વિષયો સમાલોચનામાંથી પ્રશ્નોત્તરોમાં લીધા,તટસ્થોને નીમી સત્યના નિર્ણયને માટે પ્રયત્ન કરાવ્યો, છતાં પણ સત્યના ખપીપણાની ખામીને અંગે તેમાં પણ નિષ્ફળતા જ અનુભવવામાં આવતાં આ પત્રના લખાણની અસત્યતા હોય તો તે જણાવવા માટે પણ તટસ્થોને વિજ્ઞપ્તિ કરવામાં આવી અને તેમ કરી જેમ બને તેમ પત્રમાં પક્ષ પ્રતિપક્ષનો ભાસ ઓછો થવા માટે જ દરેક પ્રયત્નો કરવામાં આવેલા છે. વધારો કહાડવાનું કારણ પ્રતિપક્ષની સ્થિતિને મારા વાચકો પત્રની સાથે ન અંતમાં સંવચ્છરી સરખા ચાલુ વિષયમાં પક્ષ ભેળવી દે, માટે જુદા વધારારૂપે જ અર્પણ કરવામાં આવ્યું છે, માટે કદરદાન વાચકો આ વસ્તુને યથાસ્થિતપણે સમજી શકે એ જરૂર ઇચ્છવા યોગ્ય છે. સહાયકોનો આભાર જેમ મારા કદરદાન ગ્રાહકો આ પત્રને પોષવામાં કટિબધ્ધ રહેલા છે, તે કરતાં પણ અધિકપણે ધર્મરૂપી મહેલમાં સ્તંભ તરીકે મુખ્ય

Loading...

Page Navigation
1 ... 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696