Book Title: Siddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 666
________________ ૫૪૬ શ્રી સિદ્ધચક્ર આગમ-રહસ્ય દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ બ્રાહ્મણ અને શૂદ્રની ઉત્પત્તિ ભગવાન શ્રીઋષભદેવજી મહારાજને ઇંદ્ર મહારાજ અને તે વખતની સમસ્ત પ્રજા જે યુગળીયારૂપે હતી તે બધાએ રાજ્યાભિષેક કરી રાજ્યગાદી ઉપર આરૂઢ ર્યા અને તેથી ભગવાન શ્રીઋષભદેવજીને ક્ષત્રિયોની જાતિ અને તેમાં પણ ઉગ્ન ભોગ અને રાજન્ય એ નામની જાતિઓના વિભાગ કેમ કર્યા અને તે કરવાની કેટલી બધી જરૂર હતી, તેમજ તેવી રીતે વિભાગ કરવામાં ભગવાનનું પરહિતપણું કેટલું બધું હતું તે ઉપર જણાવાઈ ગયું. આ ઉપર જણાવેલો વિભાગ ભગવાન શ્રીઋષભદેવજીની દીક્ષા પહેલાં થઈ ગયેલો હોવાથી જ ભગવાને દીક્ષા ગ્રહણ કરી તે વખતે ચાર હજાર મનુષ્યોએ ભગવાનની સાથે દીક્ષા લીધી છે તે વખતે એમ જ જણાવવામાં આવ્યું છે કે ઉગ્ર ભોગ રાજન્ય અને ક્ષત્રિય જાતિના ચાર હજાર મનુષ્યો સાથે ભગવાન શ્રીઋષભદેવજીએ દીક્ષા ગ્રહણ કરેલી છે. જેવી રીતે ભગવાન શ્રી ઋષભદેવજીની દીક્ષાને અંગે ઉગ્ર આદિ જાતિનો ઉલ્લેખ છે તેવી જ શ્રીભગવતીજી રાયપસેણીજી અને ઉવવાઈજી સૂત્ર સરખા ભગવાન મહાવીર મહારાજ આદિના સમવસરણના ઉલ્લેખવાળાં શાસ્ત્રોમાં પણ ૩॥ ૩પુત્તા ભોળા ભોળપુત્તા આદિ ઉલ્લેખો સ્પષ્ટપણે છે, તેમજ શ્રીપર્યુષણાકલ્પ તા. ૧૫-૧૦-૧૯૩૬ સરખા પવિત્ર દિવસના પવિત્ર વાચનવાળા શાસ્ત્રોમાં પણ ઉગ્ર આદિ કુલોને ઉત્તમ કુલો તરીકે સ્પષ્ટપણે જણાવેલ છે, તે ઉપરથી સ્પષ્ટ થાય છે કે તે ઉગ્નાદિ કુલો અને તેની ઉત્તમતા ભગવાન મહાવીર મહારાજના વખત સુધી ચાલેલી જ છે. ભગવાન શ્રીઋષભદેવજીએ જેમ રાજ્યકાલમાં નીતિના રક્ષણ અને અનીતિના બચાવને માટે જેમ ઉગ્ર ભોગ આદિ જાતિયોની સ્થાપના કરી તેવી જ રીતે તેઓએ જ પોતાના રાજ્યકાલમાં જ પ્રજાના હિતને માટે સો શિલ્પોનો અને કર્મોનો ઉપદેશ કરેલો છે એમ શ્રી જંબૂદ્દીપપ્રજ્ઞપ્તિ પર્યુષણાકલ્પ અને શ્રીસમવાયાંગજી વગેરે સૂત્રો સ્પષ્ટપણે જણાવે છે. અર્થાત્ ભગવાન શ્રીઋષભદેવજીએ જેમ ઉગ્રાદિક્ષત્રિયજાતિની સ્થાપના કરી તેમજ શિલ્પ અને કર્મથી આજીવિકા કરનારાઓની જાતિ પણ સ્થાપન કરેલી છે. આ કારીગરીથી ઉદરનિર્વાહ કરનારાઓની સ્થાપના પણ પ્રજાના હિતને માટે જ કરેલી છે એમ સૂત્રકારો સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે. વિચા૨વાન મનુષ્યો સહેજે સમજી શકે તેમ છે કે જેને માથે પ્રજાને નીતિને માર્ગે વર્તાવવાની જવાબદારી આવી પડે તેને મનુષ્ય નીતિમાં જ કેમ વર્તે તેનાં કારણો તપાસી તેના રસ્તાઓ જોડવા જ પડે. આર્થિક અને સંયોગિક મહત્તાની ઇચ્છાઓ જો કે મનુષ્યોને નીતિનાં કારણોથી દૂર કરે છે, પણ

Loading...

Page Navigation
1 ... 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696