Book Title: Siddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર
૪૨૬
પ્રમાણે કરે છે. વલી જૈનસૂત્રોમાં જણાવેલો જે આચાર છે તે મુખ્યતાએ મોક્ષની પ્રાપ્તિ માટે હોવા સાથે સાધુઓને માટેજ હોય છે, અને સાધુદશા તો સામાન્ય રીતિએ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ પછીજ હોય છે. અને એજ કારણથી સમ્યગ્દર્શન વિના સમ્યયજ્ઞાન હોય નહિં અને સમ્યજ્ઞાન વિના સમ્યરિત્ર હોય નહિં એ હકીકત જૈનદર્શનમાં આબાલાંગનામાં માન્ય છતાં ભગવાન્ગણધરોએ સાધુના આચારને દેખાડનાર એવા આચારાંગને આગળ કરીને દ્વાદશાંગીની કરી. ભગવાનશ્રીશય્યભવસૂરિજીએ શ્રીમનકમુનિજી સરખા બાલસાધુને માત્ર છમાસમાં આરાધના કરવાની સવડને ખાતર કરેલ જે દશવૈકાલિકની રચના તેમાં પણ સોલે સોલ આના
રચના
સાધુ આચારની જ વ્યાખ્યા કરી. આ ધ્યાનમાં રાખવાથી એ પણ સ્પષ્ટ સમજી શકાશે કે શાસ્ત્રોમાં
સાધુમહારાજના આચારોને જણાવતાં માત્ર પાંચ મહાવ્રતો દશપ્રકારનો શ્રમણધર્મ જણાવાય છે.
જ્યારે દેશવિરતિનો ધર્મ જણાવતાં બાર પ્રકારના વ્રતો જણાવતાં સમ્યક્ત્વને મૂલ તરીકે જણાવાયું તે સાધુની સ્થિતિમાં સમ્યક્ત્વની પરમસિદ્ધિને અંગે સમજવું અને આજ કારણથી શ્રી ભગવતીજીસૂત્રમાં
શ્રમણ નિગ્રંથને અંગે કાંક્ષામોહનીયનો ઉદય ન થવાની રીતિ જણાવવા સાથે કાંક્ષામોહનીયના ઉદયના પ્રકારો પણ શ્રમણનિગ્રંથોનેજ ઉદેશિનેજ જણાવ્યા છે.
શિષ્યની અનુકૂલતાએ દેશના
ભગવાન્ જીનેશ્વરમહારાજ પાસે આવનારા શ્રોતાઓને મુખ્યતાએ શ્રમણધર્મની દેશના દેવાતી. કેમકે તે શ્રમણ ધર્મરૂપ સર્વપાપના ત્યાગની દેશના દેતાં પાપની શ્રદ્ધા દ્વારાએ હેયોપાદેયનો વિભાગ જણાઈ જતો હતો. અને તેટલા માત્રથી ત્યાગ કરવા તૈયાર થનારો વર્ગ હેયોપાદેયની શ્રદ્ધા અને જ્ઞાન
તા. ૧૯-૬-૧૯૩૬
બન્ને ધરાવતો થતો અને તેથી સંયમ લેવા તૈયાર થનારો વર્ગ અથવા સંયમ લેવા તૈયાર ન થતાં માત્ર દેશવિરતિ લેવા તૈયાર થયેલો વર્ગ એ બન્ને વર્ગ સામિ નું મંતે! નિiર્થ પાવવાં વગેરે વાક્યોથી પોતાની હેયોપાદેયાદિની શ્રદ્ધા અને બોધપરિણતિને જાહેર કરતો હતો. અર્થાત્ તે નિગ્રંથપ્રવચનના પ્રાદુર્ભાવિક એ દેવ તે રસ્તે જતા અને ગયેલા તે ગુરૂ અને તે નિગ્રંથપ્રવચનની પ્રવૃત્તિ એજ ધર્મ ગણાઈ દેવ ગુરૂ અને ધર્મ એ ત્રણે તત્ત્વની શ્રદ્ધાનું તત્ત્વ સમાપ્ત થતું હતું. દેશનાનો ક્રમ
આ વાત વિચારવાથી શાસ્ત્રકારોએ દેશનાના જે ક્રમ આપ્યા છે તે પણ સમજાશે. કેમકે દેશનાના ક્રમમાં શાસ્ત્રકારો જણાવે છે કે પ્રથમ શ્રમણધર્મની દેશના ઉપદેશકે દેવી. શ્રમણધર્મની દેશના દીધા
છતાં જો તે શ્રોતા તે શ્રમણધર્મની પ્રતિપત્તિમાં પોતાની અશક્તિ છે એમ જણાવે તો પછી તે
અશક્તશ્રોતા એટલે શારીરિક કે આત્મીકશક્તિથી
હીન એવો શ્રોતા એમ નહિ પણ સર્વથા પાપત્યાગ રૂપ શ્રમણધર્મને લેવા માટે આરંભપરિગ્રહની આસક્તિને લીધે જો અશક્ત હોય તો તેને દેશવિરતિધર્મનો ઉપદેશ આપે. કદાચ તે શ્રોતા વર્ગ
અગર શ્રોતા વ્યક્તિ શ્રમણધર્મ કે શ્રાવકધર્મ બન્નેમાંથી એકકે પ્રકારનો ધર્મ ન અંગીકાર કરે તો તેને સમ્યકત્વની દેશના દેશકે આપવી, છતાં કદાચ કર્મ-ધર્મસંયોગે તે શ્રોતાવર્ગ કે શ્રોતા વ્યક્તિ શ્રમણધર્મ શ્રાવકધર્મ અને સમ્યકત્વધર્મ પણ અંગીકાર ન કરે તો માત્ર તે જીવને નરકાદિક
દુર્ગતિથી બચાવવા માટે માંસઆદિથી વિરતિ કરાવે. આ દેશનાનો ક્રમ જોનારો મનુષ્ય સ્હેજે સમજી સર્વપ્રકારે ત્યાગ એ દેશનાનું આદ્યફલ એમ જો ન શકશે કે મૂલમાર્ગની અપેક્ષાએ હિંસાદિ સર્વપાપોનો બને તો નિરર્થકપણાથી થતાં પાપો અને