Book Title: Siddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર
૫૧૩
થાય તો તે પ્રસંગ કેટલો દુષ્કર હોવો જોઈએ તે તમેજ વિચારી લો.
ક્રિયા એ કર્મ પરિણામે બંધ
દ્રુપના દાવાનળમાંથી દયાનો ઝરો છૂટ્યો છે. દ્વેષની ધીખતી ધુણી જેવા કમઠના હૈયામાંથી ભગવાનની પ્રસંશા પ્રકટ થાય છે અને તે પ્રભુની મહત્તા કબુલે છે એ વસ્તુ કેટલી મુશ્કેલી છે ! અહીં જો ભગવાન શ્રીતીર્થંકરદેવની સમતા ન હોત તો કાંઈપણ કાર્યનજ થાત ! કોઈ કહેશે કે ભવિતવ્યતાજ અહીં પણ કારણભૂત છે, તો તેને જવાબ એ છે કે ભવિતવ્યતાની જરૂર છે એ વાત તો ખરી, પરંતુ એકલી ભવિતવ્યતાથી દહાડો વળતો નથી, તે સાથે અહીં બીજા કારણોની પણ જરૂર છે કમઠની ક્રિયા અને પરિણામ બંને અધમમાં અધમ હતા. આગળ જતાં એમ થાય છે કે પરિણામ પલટી જાય છે અને ક્રિયા ચાલુ રહે છે. ક્રિયા ચાલુ રહે છે, પરંતુ ત્યાં એ ક્રિયા કરનારે પોતાનું કામ કાઢી લીધું છે. આથી સ્પષ્ટ થાય છે કે ક્રિયા એ કર્મ અને પરિણામે બંધ એ વાક્ય તદન સાચું છે. હવે એ વાક્યમાં અંતરંગે રહેલો તેનો અર્થ અને તે અર્થનું શું મહત્વ છે તે વિચારવાનું બાકી છે. ક્રિયા અને પરિણામ
ક્રિયા એ કર્મ અને પરિણામે બંધ એનો અર્થ એ છે કે આકસ્મિક રીતે શુભ પરિણામનો પલટો થાય તો ક્રિયાનું શુભપણું રહેતું નથી તેમ અશુભ પરિણામે અશુભ ક્રિયા શરૂ થઈ તેમાં પણ પરિણામને આધારે બંધ થાય છે. ક્રિયા અને પરિણામ બનેએ મળીને કરેલા કાર્યમાં આકસ્મિક સંયોગે પલટો થાય તેથી ત્યાં ફેરફાર થાય છે. પરંતુ તેથી એમ નથી સમજવાનું કે અજ્ઞાનીઓ ખરાબ ક્રિયાઓ કરે છે, તેઓ પણ કમઠના ઉદાહરણને માર્ગે લાભ મેળવી શકે છે. ઉપલું વાક્ય માત્ર શાસ્ત્રાનુસારી ક્રિયા શરૂ થાયને તેમાં ફેરફાર થાય
તા. ૧૭-૮-૧૯૩૬
તે વખતના વિવાદને માટે તે પુરતુંજ સમજવાનું છે, અન્યથા નહી, આ સઘળી ચર્ચા ઉપરથી એક વસ્તુ એ સ્પષ્ટ થઈ ગઈ કે લોકોત્તર દૃષ્ટિ પરિણામ ઉપર આધાર રાખે છે, ત્યારે લૌકિક દૃષ્ટિ બાહ્યસંયોગો
ઉપર આધાર રાખે છે, પરંતુ એનેય છેવટે પરીણામ ઉપર આધાર રાખવોજ પડે છે. હવે આ મુખ્ય સિદ્ધાંત સાબીત કરી લીધા પછી આપણે આપણી મૂળવાત ઉપર આવીએ.
ફાસુક
અને અચિત્ત
શ્રાવકે એવો વિચાર કરવો જોઈએ કે “અચિત્ત એષણીય’’ એટલે હું નિર્જીવ અને શુદ્ધ ખાવાવાળો થાઉં, જે આ રીતે વર્તે છે તે ઉત્કૃષ્ટ શ્રાવક છે, ફાસુ એષણીય આહારવાળા થવું એ તો ઉત્તમજ છે, પરંતુ ફાસુ એષણીય એ બધાજ ન લઈ શકે. બધાજ એ આહાર લે એવું બનવું જ અશક્ય છે માટેજ ફાસુ એષણીયની અશ્કયતાએ તે ન હોય તોપણ અચિત્ત હોય એ ગ્રાહ્ય છે, એવો શાસ્ત્રકારોનો દૃઢ મત છે. અચિત સર્વોત્તમ છે એની તો કોઈ ના પાડી શકે એવું છેજ નહિ પરંતુ અચિત્ત સ્વાભાવિક શુદ્ધ ન બને તો એકલું ફાસુ કરેલું પણ અચિત્તજ લેવાનો શાસ્ત્રાધાર છે, હવે તમે કોઈ એવો પ્રશ્ન કરશો કે ગૃહસ્થ અચેતન આહાર પોતાને હાથે બનાવીને તે ખાય છે, તો પછી ખોટું શું ? પાણી સચેતન પીએ તો માત્ર અપ કાયની તેજ ગૃહસ્થ સચેતન વસ્તુઓનો આહાર લે તો તેમાં વિરાધના થાય છે, અને એજ પાણી અચિત્ત કરવા જઈએ તો તેથી છએ કાયની વિરાધના થાય છે, તો છએ કાયની વિરાધના કરીને અચિત્ત પાણી પીવું તેના કરતા માત્ર એકલા અપ કાયનીજ વિરાધના થવા દઈને જ સચિત્ત પાણી પીવું તેમાં ખોટું શું ? જે શંકાવાદીઓ આવી શંકા ઉઠાવે છે તે નિઃસંશય શાસ્ત્રશ્રદ્ધા વિનાનાજ છે. અપોલ દુપોલ ઔષધી
જેઓ શાસ્ત્રની શ્રદ્ધાવાળા છે તેઓ ઉપર