Book Title: Siddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર
૫૧૭
પછી કોઈપણ જીવ તિર્યંચની ગતિમાં જાયજ નહિં. જેમ ક્ષાયિકસમ્યક ત્વને પામેલો જીવ હોય તે જો કે પ્હેલાં આયુષ્ય બાંધ્યું હોય છતાં એટલે તે ભવમાં મોક્ષ ન જાય એવો છતાં પણ ક્ષાયિક સમ્યક ત્વ પામે, પણ એટલું તો નક્કી જ કે જે જીવે ક્ષાયિકસમ્યકત્વને પામવા ડેલાં પણ તિર્યંચનું આયુષ્ય ન બાંધ્યું હોય તેજ જીવ ક્ષાયિકસમ્યક્ત્વને પામી શકે તેવી રીતે શ્રીતીર્થંકર નામકર્મની નિકાચનાને અંગે પણ એટલું તો ચોક્કસ સમજવું કે શ્રીજિનનામ નિકાચના મનુષ્ય ભવમાંજ થઈ શકે છે અને બીજા તિર્યંચઆદિભવોમાં દેવતિ સાથેનાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છતાં પણ શ્રીજિનનામકર્મની નિકાચના થતી નથી. વળી જેમ ક્ષાયિકસમ્યકત્વ પામેલો જીવ તિર્યંચગતિમાં જતો નથી, તેવી રીતે જિનનામને નિકાચિત કરનાર જીવ પણ તિર્યંચની ગતિમાં જતોજ નથી. પણ ક્ષાયિક સમ્યક ્ત્વવાળો અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા યુગલીયામા જાય છે, પણ જિનનામકર્મને નિકાચિત કરનારો તો ત્યાં પણ જતો નથી. આ બધાની મતલબ એજ કે ભગવાન જિનેશ્વર મહારાજાઓ વ્હેલા ભવથી મુખ્યતાએ ક્ષાયિક કે ક્ષાયોપશમિક, સમ્યકત્વને સાથેજ લાવે છે. અને જ્ઞાન તો ઔપશામિકભાવનું હોતું જ નથી, અને ક્ષાયિકભાવના જ્ઞાનવાલાને જન્મ લેવાનો હોતો નથી, માટે ક્ષાયોપશમિકજ જ્ઞાન સાથે લાવે છે. એટલે ભગવાન જિનેશ્વર મહારાજાઓ ગર્ભદશામાંથી ક્ષાયિક કે ક્ષાયોપમિક સમ્યગ્દર્શન અને
રાણ
સમ્યજ્ઞાનવાળાજ હોય છે. અને જ્યારે તે ભગવાન સંયમને ગ્રહણ કરે છે ત્યારે તો તેઓને મનઃપર્યયજ્ઞાન ઉત્ પન્ન થાય છે. આટલી બધી ઉંચી સ્થિતિમાં આવ્યા છતાં પણ તેઓ બીજા અજ્ઞાની કે સામાન્યગુણવાળાઓને ધર્મોપદેશ આપી સન્માર્ગ દેવા દ્વારાએ કેમ તારતા નથી ? એ શંકા જરૂર થશે. તેના સમાધાનમાં સમજવાનું કે જેમ દેવતાની સિદ્ધિદ્વારા મહામારિને નિવારવાની શક્તિવાળો
તા. ૧૭-૮-૧૯૩૬
ઉપકાર પુરૂષ સામાન્ય રીતે તે મહામારિ નિવારવાનો બાહ્ય ઉપચાર જાણતો હોય અને દેવતાની સાધનામાં થોડો વખત તે સામાન્ય ઉપાય ન થાય અથવા ન કરે તેમ ત્રિલોકનાથ ભગવાન તીર્થંકર ભગવાનો કેવલજ્ઞાન પ્રાપ્ત કરી તીર્થને સ્થાપીને તે તીર્થં પ્રવર્તાવવા દ્વારાએ જે અમોઘ ઉપાય ભવ્યજીવોને સંસાર સમુદ્રથી ઉદ્ધ૨વા માટે ક૨વાનો છે તેને અંગે કેવલજ્ઞાન ઉપન્ન થવા દ્વારા પ્રયત્ ન કરી તીર્થની સ્થાપના કરવામાં તેઓ કટીબદ્ધ રહે છે. શ્રી લલિત વિસ્તરાના ‘આકાલ’ નો ખુલાસો.
ભગવાન શ્રીજિનેશ્વરમહારાજાઓ જ્યારે ઉપર જણાવ્યા પ્રમાણે સામાન્યથી સમ્યક ત્વ થયા પછી અને નિયમિતપણે વરબોધિ પ્રા ત થયા પછી પરોપકાર કરનારા કે પરોપગામી નિયમિત પ્રવૃત્તિવાળા હોય છે તો પછી ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ પ્રણિપાત દંડકની વ્યાખ્યા કરતાં માતમેતે પાર્થવ્યનિન: એમકે
શ્રીતીર્થંકરમહારાજાઓનું સ્વરૂપ જણાવતાં ભગવાન શ્રી જિનેશ્વરમહારાજાઓને સર્વકાલમાંજ પરોપકાર કરવાના વ્યસનવાળા કેમ જણાવે છે ? અર્થાત શ્રીજિનેશ્વર ભગવાન સર્વકાલ એટલે સમ્યક વ પામ્યા હોય કે ન પામ્યા હોય તોપણ સર્વકાલમાં પરોપકારને કરવાવાળાજ હોય છે એમ માનવું કે સામાન્યથી સમ્યકત્વની અનુકંપાને લીધે અને વિશેષે વરબોધિ થયા પછી પરોપકારમાં રમણતાવાલા હોય છે એમ માનવું ? આ શંકાના સમાધાનમાં પ્રથમ તો સર્વશબ્દથી વિવક્ષિત સર્વ લેવાથી સમ્યકત્વ કે વરબોધિથીજ પરોપકારી કહી શકાય, ભગવાન જિનેશ્વરના જીવોથી કોઈ જીવને પણ કોઈ કાળે અપકાર થયા નથી, પણ પરોપકાર નિયમિત થયા છે, એમ તો કોઈપણ ભગવાન મહાવીર મહારાજાના ભવોના વર્ણનને જાણનારો તો કહી શકેજ નહિં. ખરી રીતે તો આ આાતં એ બધુ