Book Title: Siddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર
૪૮૪
જૈનગણને માન્યજ છે કે કથંચિત્ કવચિત્ પણે દ્રવ્યલિંગની અનેકાન્તિકતા મનાય તો પણ ભાવલિંગને માટે તો એકાંતિકતાજ છે. અર્થાત કોઇપણ કાલે કોઇપણ જીવ ભાવલિંગને મેળવ્યા સિવાય તો મોક્ષ પામી શકતોજ નથી. કદાચ એમ કહેવામા આવે કે અનેકાન્તવાદની જડ ઉપર રચાયેલ જૈનમતમાં દ્રવ્યલિંગનું કોઇક અપેક્ષાએ પણ જે અનેકાન્તિક અને અનાત્યંતિકપણું બતાવાય છે તે પણ ઇષ્ટ તો ગણાયજ નહિં, છતાં કદાચ તેને તેમ કહી શકાય કે ગણી શકાય પણ આ ભાવલિંગને એકાન્તિક ગણવું તે તો ઇષ્ટ ગણાય જ નહિ, કહી શકાય કે જો ભાવલિંગને અનેકાન્તિક ગણે તો જ સ્યાદ્વાદ ટકેલો ગણાય, પણ જો ભાવલિંગને એકાન્તિક ગણવામાં આવે તો સ્પષ્ટ કહેવું જોઈએ કે તે કથન સ્યાદ્વાદસિદ્ધાંતની સર્વથા વિરૂદ્ધ છે. અર્થાત્ સ્યાદ્વાદ માનવો હોય તો ભાવલિંગને એકાન્તિક ન માનવું અને ભાવલિંગને જો એકાન્તિક માનવું હોય તો પછી સ્યાદ્વાદનો સિદ્ધાન્ત સર્વવ્યાપક છે એમ નહિં કહેવું. એમ નહિં કહેવાનું કારણ એ છે કે પ્રથમ ભાવલિંગથી સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એવો અર્થ લેવાનો છે અને શ્રીજૈનદર્શનની અપેક્ષાએ સર્વ વસ્તુ ચતુષ્ટયસ્વરૂપ હોવાથી નામ સ્થાપના અને દ્રવ્યરૂપે જે સમ્યગ્દર્શનાદિ હોય તે મોક્ષનાં એકાંતિક સાધનો બનતાં નથી. પણ જે ભાવથી સમ્યગ્દર્શનાદિ છે તે જ મોક્ષનું સાધન બને છે, એ અપેક્ષાએ ભાવલિંગને પણ મોક્ષના અનેકાંતિક સાધન તરીકે ગણી શકાય. વળી તે સમ્યગ્દર્શનાદિ ત્રણે પદાર્થો સ્વપણે કહીયે તો સત્ છે. અને પરપણે અસત્ છે અને તેવી રીતે ભાવસમ્યગ્દર્શનાદિ ત્રણે સાત ભાંગે છે, તેમાં મોક્ષના સાધન તરીકેના અધિકારમાં એ
તા. ૩-૮-૧૯૩૬
સ્વભાવ સમ્યગ્દર્શનાદિકનું સત્યણે મોક્ષસાધનપણું છે, પણ તે જ ભાવસમ્યગ્દર્શનાદિનું અસદાદિકપણે મોક્ષના સાધનપણું નથી, આટલા માટે તો ભગવાન્ શ્રીહરિભદ્રસૂરિજી શ્રીષોડશકપ્રકરણમાં આગમતત્ત્વને જણાવતાં કહે છે કે આત્માનું અસ્તિત્વ પરિણામિપણું બદ્ધપણું વિદ્યમાન અનેક વિચિત્ર કર્મથી બદ્ધપણું તે કર્મના વિયોગોથી આત્માનું મુક્તપણું તે આત્માને કર્મ બંધાવવામાં હિંસાદિકનું કારણપણું અને કર્મના વિયોગમાં અહિંસાદિનું સાધનપણું એ આગમતત્વ છે, અને એ આગમના ઐદંપર્વની શુદ્ધિ છે, અર્થાત્ આત્મ વગેરે પદાર્થો સદાદિ સાતભાંગે નિરૂપણ કરતાં પણ પર્યવસાન આત્માના નાસ્તિત્વઆદિ એકમાં કે નાસ્તિત્વાદિના સમુદાયમાં લાવી વિપરીત કે સંદિગ્ધપણામાં આત્માદિની સંદિગ્ધતા ઉભી ન કરવી. યાવત્ જે આશ્રવના કારણો છે તે નિર્જરાના કારણો અને જે નિર્જરાનાં કારણો છે તે આશ્રવનાં કારણો છે એમ કહી આશ્રવાદિના હેયપણામાં અને નિર્જરાદિના ઉપાદેયપણામાં અપ્રતીતિ કરી દઈ તેને હેયઉપાદેયપણાંએ ઉડાવી દેવાં નહિં.
આ જ કારણથી કલિકાલ સર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિજી પણ શ્રીવીતરાગસ્તોત્રમાં સ્પષ્ટપણે જણાવે છે કે આશ્રવ : સર્વથા દેવ:, ૩ પાદેવજી સંવત:। કૃતીયમાહતી મુષ્ઠિરમ્યવસ્થાઃ પ્રપંચનું ર્ ॥ અર્થાત્ આશ્રવ સર્વથા છાંડવા લાયક છે અને સંવર આદરવા લાયક છે એ જ વસ્તુ શ્રીઅરિહંતમહારાજના શાસનનું તત્ત્વજ્ઞાન છે. બાકી જે જે વચનો છે તે બધા આ તત્વજ્ઞાનનો વિસ્તાર છે અને આ વાત ખ્યાલમાં રાખીને આ પ્રમાણે સાધ્યની મુખ્યતાવાળી પ્રરૂપણા તથા સાતભાંગાની પ્રરૂપણા સાંભળી આદરવા અને છાંડવામાં ક્યો આદરવો ને ક્યો