Book Title: Siddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૫૫
શ્રી સિદ્ધચક્ર
સાંવત્સરિકપ્રતિક્રમણવાળી પર્યુષણાને અંગે નિયમિત છે જો, કે પૂર્વકાળમાં કલ્પનું કર્ષણ (વાચન) સંવત્સરી પર્વવાળી પર્યુષણાને અંગે નિયમિત નહોતું. કિન્તુ અવસ્થાન લક્ષણ પર્યુષણાને જ અંગે જ નિયમિત હતું, અને તેથી આષાઢચોમાસીના દિવસના પર્વથી જે જે પર્વ પર્યુષણ કરવાના હોય તે તે પર્વના દિવસે છેલ્લો દહાડો આવે તેવી રીતે પાંચ દિવસ પહેલેથી દૈવસિક
પ્રતિક્રમણ ર્યા પછી રાત્રિની વખતે પહેલા પહોરે
સાધુઓ પોતાના મકાનમાં અને સાધ્વીઓ પણ પોતાના મકાનમાં કલ્પસૂત્રનું કર્ષણ (વાચન) કરતા હતા. સાધ્વીઓને કલ્પનું કર્ષણ કરવાનો અધિકાર
છે ?
જો સાધ્વીઓને પોતના સમુદાયમાં કોઈ વાચન કરનાર ન હોય તો અન્ય સાધ્વીના સમુદાય જે વાચન કરે તે જ સાંભળવાનું હતું. અને તે અન્યસમુદાયની સાધ્વી પણ વાંચનારી ન હોય તો તે સાધ્વીઓને સંભળાવવા માટે ગૃહસ્થોની આવડજાવડ હોય એવાં ખુલ્લાં સ્થાન જ્યાં હોય તેવી જગોપ૨ પડદો કરીને દિવસે સાધુઓ સંભળાવતા હતા. ટુંકમાં કલ્પસૂત્રના વાચનને માટે સાધુ સાધ્વી બંને અધિકારી હતાં. વર્તમાનમાં મુખ્યતાએ કલ્પસૂત્રના યોગ જેણે વહ્યા હોય તેવા સાધુ જ ચતુર્વિધ સંઘમાં તે સૂત્ર વાંચવાને અધિકારી ગણાય છે. સાધ્વીઓને છેદસૂત્રનો અનધિકાર છતાં કલ્પવાચનનો અધિકાર હોય કે ?
જુલાઈ ૧૯૩૬
કે છેલ્લા નવમા વ્યાખ્યાનનો ઘણો મોટો ભાગ ચોમાસાની એટલે વર્ષાવાસની સામાચારીને જણાવવાવાળો છે, અને તેથી સાધુ અને સાધ્વીઓને ચોમાસાની સ્થિરતા કરવા પહેલાં ચોમાસાની સામાચારી જણાવવા માટે વંચાય અને સંભળાય એ ઘણું જ બંધબેસતું છે. સંવચ્છરી સામે કલ્પકર્ષણ નિયત થવામાં
ચૂર્ણિકાર
સાધ્વીઓને જે છેદસૂત્રો ધારણ કરવાની આવશ્યકચૂર્ણિ અને ધર્મરત્ન વગેરેમાં મનાઈ કરવામાં આવી છે તે નિશીથચૂર્ણિમાં સાધ્વીનો કલ્પસૂત્ર વાંચવાનો અધિકાર સ્પષ્ટ શબ્દોમાં કહેલો હોવાથી પર્યુષણા કલ્પ સિવાયના છેદ સૂત્રને જ માટે છે એમ સુજ્ઞપુરુષો સ્હેજે સમજી શકશે. પર્યુષણાકલ્પમાં જેણે સામાચારીનું નવમું વ્યાખ્યાન ધ્યાનમાં લીધું હશે તેને સ્પષ્ટ માલમ પડ્યું હશે
પણ નિશીથ ચૂર્ણિકાર ભગવાનના પહેલાંના વખતથી ચોમાસાની નિયમિત સ્થિરતા કરવાને અંગે તે પર્યુષણાકલ્પનું વાચન પલટાવીને સાંવત્સરિકને અંગે કરાતી પર્યુષણામાં નિયમિત કરેલું જણાય છે, કેમકે તે જ નિશીથચૂર્ણિમાં આનંદપુરમાં મૂલધરચૈત્યમાં કલ્પસૂત્રનું વાચન નિયમિત સંવત્સરીની પર્યુષણાને અંગે થએલું હતું એમ સ્પષ્ટ સમજાય છે. વળી ભગવાન્ હિરભદ્રસુરિજી આવશ્યકવૃત્તિમાં તથા જિનદાસગણિ મહત્તર શ્રી આવશ્યકચૂર્ણિમાં સ્પષ્ટશબ્દોથી જ જણાવે છે તેથી સાંવત્સરિકને દિવસે જ કલ્પસૂત્રનું છેલ્લું કર્ષણ (વ્યાખ્યાન) સંવત્સરિને અંગે નિયમિત થએલું હશે. અર્થાત્ વિહિત નહિ, પણ માત્ર આચરણાવિહિત જ ગણાય.
કલ્પવાચનની આચરણા માનવી તેને ચોથની આચરણા માનવી જ જોઈએ
છતાં આચરણા પણ સિદ્ધાંતના વચનોની માફક જ માનવા લાયક હોવાથી ભાદરવા સુદ ચોથની સંવત્સરી અને આષાઢ, કાર્તિક અને ફાલ્ગુન માસની શુકલ ચતુર્દશીની ચોમાસીનિ માફક આદરવા લાયક જ છે. ને તેથી અટ્ટમ, ક્ષમાપના સાંવત્સરિકપ્રતિક્રમણ, ચૈત્યપરિપાટિ અને લોચની માફક કલ્પસૂત્રનું કર્ષણ (વ્યાખ્યાન) તે પણ આવશ્યક જ ગણાય તે સ્વભાવિક જ છે. આવી રીતે વર્ષના અનેક પર્વોમાં નિયમિત કર્તવ્યવાળું અને