Book Title: Siddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૭૧
શંકાના સમાધાનમાં સમજવાનું કે ભવ્યજીવોને તારવા માટે કરાયેલો ઉપદેશ વિભાગથી કરવા સાથે જેમ જેમ એકેક વસ્તુનો ત્યાગ કરી શકે એવા અનુક્રમે કહેવો સારો અને હિતકર છે એમ ધારીને મિથ્યાત્વ અને અવિરતિ એ બન્ને કષાયવિશેષના જ કાર્યરૂપ છતાં ભિન્નપણે કહેવાની શાસ્ત્રકારોએ જરૂર જોઈ છે. તે સર્વથા વ્યાજબી જ છે. જગત્માં શત્રુઓનો સમુદાય આખો નાશ કરવા લાયક હોય છતાં જેમ જેમ નાશ કરી શકાય તેમ તેમ શત્રુઓનો નિર્દેશ કરવો યોગ્ય છે. એમ જરૂરી ગણાય. સંસારના કારણ તરીકે એલી અવિરતિ કેમ ?
શ્રી સિદ્ધચક્ર
ઉપર જણાવ્યા પ્રમાણે સંસારના હેતુરૂપ કર્મબંધનના કારણ તરીકે કષાય, મિથ્યાત્વ અવિરતિ અને કષાયને ગણાવી શકાય, એમ છતાં શાસ્ત્રકારોએ સંસારના કારણને જણાવતાં કેવલ અવિરતિ કેમ જણાવી છે ! તથા સાધુપ્રતિક્રમણસૂત્રમાં પણ કર્મબંધનના કારણોનું પ્રતિક્રમણ કરવાનું હતું, ત્યાં માત્ર એક અસંયમનું જ પ્રતિક્રમણ કેમ જણાવ્યું, એનો વિચાર ચાલુ પ્રકરણને અનુસરીને
કરીય
જુલાઈ ૧૯૩૬
કહેલો છે એમ કહી શકાય તેવું નથી, જો કે વસ્તુતાએ તો સાધુપ્રતિક્રમણના તે વિષે વાળા સૂત્રમાં પણ એકદેશીય પ્રતિક્રમણ છે એમ કહી શકાય તેમ નથી, અને વૃત્તિકા૨ ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી વગેરે તેમ એકદેશીય પ્રતિક્રમણ છે એમ ગણવાની સ્પષ્ટ મનાઈ જ કરે છે. મિથ્યાત્વ અને અજ્ઞાન ગૌણ કેમ ?
એટલે યતિપ્રતિક્રમણ અને આ નિર્યુક્તિના વાક્યથી એટલું નક્કી થઈ શક્યું કે મિથ્યાત્વ અજ્ઞાન અને અવિરતિ એ ત્રણે સંસારના કારણો છતાં મિથ્યાત્વ અને અજ્ઞાનને ગૌણ કારણ તરીકે ગણવાં ને અસંજમને મુખ્ય કારણ તરીકે ગણાવું અને તેથી
જ
ભગવાન નિર્યુક્તિકાર મહારાજે અને સાધુપ્રતિક્રમણસૂત્રકારે અસંજમનું પ્રતિક્રમણીયપણું સ્વતંત્રપણે લીધું અને સંસારકારણપણું પણ સ્વતંત્રપણે લીધું, અને તેવી રીતે કોઈપણ શાસ્રકારે કોઈપણ સ્થાને એકલા મિથ્યાત્વનું કે એકલા અજ્ઞાનનું પ્રતિક્રમણીયપણું કેસંસારકારણપણું સ્વતંત્રપણે લીધું નથી, એટલે ચોખ્ખું થઈ ગયું કે મિથ્યાત્વ અજ્ઞાન અને અવિરતિ એ ત્રણેનું સ્વતંત્રપણે બંધકારણપણું કે સંસારના કારણપણું કહેવાય છે. અને તે યોગ્ય છે, પણ તે ત્રણ કારણોમાં જ્યારે સંકોચ કરાય કે કરવાની જરૂર હોય અને એક જ પ્રકાર લેવો હોય તો અવિરતિને એકલીને પ્રતિક્રમણીય તરીકે અને સંસારના કારણ તરીકે ગણી શકીયે અને શાસ્ત્રકારોએ ગણી પણ છે, પણ એકલા મિથ્યાત્વને કે એકલા અજ્ઞાનને સંસારના કારણ તરીકે કે બંધના કારણ તરીકે ગણી પ્રતિક્રમણીય તરીકે ગણી શકીયે જ નહિ, અર્થાત્ બંધના કારણોમાં મિથ્યાત્વ કે અજ્ઞાનની ગૌણતા કરી શકાય, પણ અવિરતિની ગૌણતા કરી શકાતી નથી અને શાસ્ત્રકારોએ ગૌણતા કરી પણ નથી. આ ત્રણે બંધના કારણોમાં મિથ્યાત્વ અને અજ્ઞાનની જ ગૌણતા કરાય પણ અસંયમની ગૌણતા કેમ નથી કરાતી તેનું કારણ તપાસવું જરૂરી છે.
અસંજમનુ પ્રતિક્રમણ એકદેશીય નહિં કેમ? આવશ્યકનિયુક્તિકાર ભગવાન ભદ્રબાહુસ્વામીજી નિર્ગમઆદિ ઉપોદ્ઘાતનાં દ્વારો જણાવતાં કારણનામના દ્વારમાં ભાવથી અપ્રશસ્તકારણ જણાવતાં અÉનમો ય ો એમ કહી સંસારનું કારણ એક અસંયમ છે એમ સ્પષ્ટ જણાવે છે, અર્થાત્ કદાચ પત્તિ મામિ વિષે સંગમે એ સાધુપ્રતિક્રમણસૂત્રના અર્થમાં તો એમ પણ લઈ શકત કે મિથ્યાત્વ અને અજ્ઞાનથી ડિકકમીને પાછા હઠવાની માફક એકપ્રકારના અસંયમથી પણ પાછો હઠું છું, એવો અર્થ કરી એકદેશીયતા અસંયમની માની લેત. પણ અહિં નિર્યુક્તિકારના વચનથી તો સંસારના કારણમાત્રનો નિર્દેશ હોવાથી એકદેશીય કારણ તરીકે અસંયમ