Book Title: Siddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૯૫
તા. ૫-૬-૧૯૩૬
શ્રી સિદ્ધચક્ર หวะ % ระยะระยะ
સમાલોચના :
૧
ચરણદાસનો જે ફફડાટ થાય તે શોભિતો નથીજ. હજી પણ એ ફકરો જોઈ દાનતની શુદ્ધતા કેવી છે તે જોવું.
શ્રી જિનેશ્વરદેવોએ જે કહ્યું તેજ સાચું અને શંકા વિનાનું એ માન્યતા જો પ્રમાણિક હોય તો શક્યમાં પ્રવૃત્તિ અને અશક્યમાં સદેહણા હોવી જોઈએ', આ વદનારે અવિરતિસમ્યગ્દષ્ટિઓ શ્રીકૃષ્ણ મહારાજ જેવા આલોકના કાર્યોની સિદ્ધિ માટે પૌષધ ઉપવાસાદિક કરતા અને આત્મકલ્યાણની દૃષ્ટિએ નહોતા કરી શકતા એ દેખીને શું તેઓને અપ્રમાણિક માનનાર ગણતા હશે? શક્યમાં થતી પ્રવૃત્તિ સદેહણા પૂર્વકનીજ હોવી જોઈએ. શક્યની પ્રવૃત્તિ અને અશક્યની સદેહણા એ સાધુનું ચિન્હ છતાં અવિરતિ અને દેશવિરતિને એ લક્ષણ લગાડનારો વસ્તુને સમજતોજ નથી એમ કહેવાય. ખરી રીતે તો પ્રમત્તસાધુને પણ એ લક્ષણ લાગુ થાય તેમ નથી. અપ્રમાદિસાધુઓ માટે શક્યની પ્રતિપત્તિ અને અશક્યની માત્ર સદેહણાજ હોય. પૂરેપૂરા વીર્યાચારને પ્રવર્તાવવાળા તેવા ગણાય એ સ્વાભાવિક છે.
(જૈન પ્રવચન) ભગવાન્ જિનેશ્વર મહારાજના શાસનને માનનારાઓને ભૂલની જાણ થતાને તે સુધારતાં ભડકો સળગે નહિ. ભડકો સળગે ત્યાં જાણવુંજ નકામું ગણાય. પણ એ હકીકત ચરણદાસને તો જરૂર સમજાવવી જ જોઈએ. ભૂલ થઈ છે. સુધારવી છે. એમ છતાં
સર્વદા ક્રોધરરહિત વીતરાગજ હોય અને તે કોઈને લબ્ધિ ફોરવી સજા કરે નહિં, આ સાદું સત્ય ન સમજાય ન મનાય કે ન બોલાય, તેને જૈનશાસન કે વીરશાસન પરિણમ્ ગણે તેનેજ ધન્ય છે.
(વરસાસન) સહેતુક કે નિર્દેતુક કોઈપણ લખાણથી વાચકવર્ગને ક્રોધ કે અભિમાનાદિ જાગે તો તેનો મિચ્છામિ દુક્કડ દઈએ એજ હિતમાર્ગ છે. હેતુનો સુધારો નિર્દેતુકની સામણા જ કરે તેનું કલ્યાણજ છે.
(જૈન) જૈનશાસન માનનારાઓની આદ્યકર્તવ્યતાજ ત્યાં છે કે જે આજ્ઞાયુક્ત અનુષ્ઠાન હોય એ વાત સર્વપ્રકારે સત્ય છતાં જેઓ અવ્યામિઆદિ દોષોને ન માનતા હોય તેઓજ આજ્ઞાને પ્રયોજક તરીકે ન માનતાં સહચાર તરીકેજ માને. ૩ પાસ નલ્થિ એ વાતનો વિચાર કરવો જરૂરી છે.
(જૈન પ્રવચન)
૧