Book Title: Siddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૯૯
પણ અનાદિનાં છે, એ વાત તમે સમજી શકવાના નથી. જીવને તો અનાદિનો માનીએ. તો પર્યાય એમ પણ માનવુંજ પડે છે કે જીવનો જે ગુણ છે તે પણ અનાદિનો છે, અને જો જીવનો કેવળગુણ અનાદિનો છે એમ માનીએ તો જીવના કેવળગુણને રોકનારા કર્મો તે પણ અનાદિનાજ છે, એમ માનવું પડે છે. હવે એથીય આગળ વધો. જીવને તમે અનાદિનો માન્યો જીવના કેવળગુણને પણ તમે અનાદિનો માન્યો અને એ કેવળગુણને રોકનારા કર્મો પણ અનાદિના તમે માન્યા તો એ ત્રણ પરથી એક ચોથી વાત તમારે માનવીજ રહે છે. આત્મા અનાદિ ખરો કે નહિ ?
શ્રી સિદ્ધચક્ર
એ ચોથી વાત કઈ તેનો વિચાર કરો. એ ચોથી વાત એ છે કે, જો જીવ તેનું કેવળજ્ઞાન અને તેને રોકનારાં કર્મો પણ અનાદિના છે, તો પછી એની મેળેજ સિદ્ધ થાય છે કે ભવભ્રમણ એ પણ
અનાદિનુંજ છે. જીવ અનાદિનો છે, કર્મસંયોગ અનાદિના છે, ભવભ્રમણ અનાદિનું છે. એ સઘલું અનાદિનું ક્યારે માની શકાય, કે જ્યારે આત્માને તમે અનાદિનો માનો તો, જો આત્મા અનાદિનો નથી તો આત્માનું કાંઈપણ અનાદિનું તમે માની શકતા
નથી. અને જો તમારે આ સઘળું અનાદિનું માનવું હોય તો તમારે આત્માને પણ અનાદિનો માને છુટકો છે. આપણે આવી પ્રૌઢ માન્યતા ન રાખીએ અને માત્ર આ ભવ પુરતુંજ જોયા કરીએ તેમાં આપણો દહાડો વળવાનો નથી. તેની ખાતરી રાખજો. આપણે જે જોઈએ છીએ, તે માત્ર એક ભવપુરતું- વર્તમાન ભવપુરતુંજ જોઈએ છીએ. તેની આગળ પાછળ જોવાની આપણે તસ્દી લેતાજ નથી. આજ ખરાબ ટેવને પરિણામે આપણે વધી શકતા નથી.
દુર્બીનની જરૂર છે.
જે વસ્તુ આપણી દૃષ્ટિમર્યાદામાં આવી શકે છે
તા. ૫-૬-૧૯૩૬
તે વસ્તુને આપણે પાંચસો વાર જોઈએ છીએ. પરંતુ જે ચીજ આપણી દૃષ્ટિમર્યાદામાં આવતી નથી તે જોવાને માટે દૂરદર્શકયંત્રની જરૂર પડે છે. દૂરદર્શકયંત્ર વિના આંખો દૂરની ચીજ જોઈ શકતી નથી, તે જ પ્રમાણે શ્રીસર્વજ્ઞ ભગવાનોની વાણીરૂપી દૂરદર્શકયંત્ર વિના આપણે આપણા આગલા પાછલા ભવોને પણ જોઈ શકતા નથી, અર્થાત્ તેને વિષે વિચાર પણ કરી શકતા નથી. પ્રભુ સર્વજ્ઞભગવાનના વચનો એ આપણે માટે દુર્બિન છે. દુર્બિનથી દેખાતો પદાર્થ તમે વિના દુર્મિને જોવા પ્રયત્ન કરો તો તમે તે જોઈ શકતા
નથી, તેજ પ્રમાણે ભગવાનના વચન વિના આપણે પણ ધાર્મિક ક્ષેત્રની વસ્તુઓને વિચારી જોવાને માટે શક્તિમાન નથી. અર્થાત્ ભગવાનના વચનરૂપી દુર્બિનની આપણે અનિવાર્ય આવશ્યકતા છે. વિવેકચક્ષુ પણ અહિં નકામા
આપણો જીવ જો ભગવાનની વાણીરૂપી દુર્બિન ન વિવેકચક્ષુ એ પણ દુર્બિન વગરની આંખ છે. રાખે, તો તેનું પરિણામ એ આવે કે આપણે માત્ર આ જન્મ પુરતું જ દેખી શકીએ. તેથી તે એક અંશ પણ વધારે નજ જોઈ શકે. દુર્બિન ચઢાવીને દેખીએ
તો
પણ જેટલી શક્તિવાળી દુર્બિન હોય તેજ પ્રમાણે તેમાંથી જોઈ શકાય તેથી બીજા પ્રકારની વસ્તુ તેમાંથી દેખી શકાતીજ નથી. આંખે દુર્બિન ચઢાવીને જોઈએ છીએ ત્યારે દૂરની વસ્તુને આપણે જોઈ શકીએ છીએ પરંતુ તેજ દુર્બિન જો આંખેથી કાઢી નાંખો તો તમે તત્પશ્ચાત્ પહેલાંનો દેખાવ જોઈ શકતા નથી. આપણા આત્મા માટે એજ રીતે ભગવાનનું વચન દુર્બિન છે, જ્યારે આપણે એ દુર્બિન લગાડીએ છીએ ત્યારે અનાદિનું અતીતકાળનું અને અનાગતકાળનું જ્ઞાન ધરાવી શકીએ છીએ જ્યાં એ દુર્બિનનો ત્યાગ કરી છીએ કે અતીત અનાગતને દેખતા આપણે બંધ થઈએ છીએ.