Book Title: Siddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર
૩૪૮
તે પાક્ષિકઆદિ પ્રતિક્રમણો તરફ અરુચિવાળો થાય તેના સમાધાન માટે તેજ ભગવાન્ હરિભદ્રસૂરિજી ફરમાવે છે કે દરેક સાધુ, શ્રાવકે રાઈ અને દેવસિ પ્રતિક્રમણ કરવાની માફકજ પાક્ષિક, ચતુર્માસિક, અને સંવત્સરિકમાં પ્રતિક્રમણ કરી આત્માની શુદ્ધિ કરવીજ જોઈએ એવો સર્વ ગચ્છના સર્વ આચાર્યોનો જીતકલ્પ છે, અને તે જીતકલ્પ મૂળસૂત્ર અને નિર્યુક્તિઆદિના વચનરૂપી આજ્ઞાને અનુસરીનેજ છે.
પાક્ષિકાદિકની આજ્ઞા અને સિદ્ધિ કરવાનું કારણ
કદાચ શંકા થાય છે કે જીત અને આજ્ઞા, એ બે વસ્તુ જણાવવાની શી જરૂર ? કેમકે એકલા જીતઆચારને પણ સર્વ શાસનના પ્રેમીઓએ જિનેશ્વરમહારાજઆદિના વચનરૂપી આજ્ઞાની જેટલી માન્યતા રાખવાની હોય છે તેટલીજ માન્યતા જીતઆચારની રાખવાની હોય છે, તો પછી અહીં પાક્ષિકઆદિ પ્રતિક્રમણમાં જીત અને આજ્ઞા એ બંને
જણાવવાનું કારણ શું ? આવી રીતે થતી શંકાના સમાધાનમાં જણાવવાનું કે કેટલાક અણસમજી મનુષ્યો એક આચાર્યે કર્યું છે તે વૃત્ત, બીજી પાટવાળા આચાર્યે કર્યું તે અનુવૃત્ત અને ત્રીજી પાટવાળા આચાર્યે કર્યું તેને પ્રવૃત્ત કહીને માત્ર તેટલી પરંપરાથીજ પ્રવર્તેલા આચારને જીતકલ્પ માની લે છે, પણ તેવો જીતલ્પ આજ્ઞાને અનુસરીને હોતોજ નથી, તો તેવા જીતકલ્પને માનવાની શાસ્ત્રકારો સાફ સાફ મનાઇ કરે છે.
જીત । વ્યવહારથી
તા. ૬-૫-૧૯૩૬
થાય, તેમ જ શિથિલાચારી અને પ્રમાદીઓએ ઘણાઓએ મળીને પણ આચરેલું હોય અને તે પરંપરાથી આવ્યું હોય તો પણ તે જીત આચરવા લાયક નથી, અને આ જ કારણથી શ્રીધર્મરત્ન પ્રકરણમાં આચાર્ય મહારાજશ્રી શાંતિસૂરિજી જણાવે છે કે ગચ્છ કે દિબંધનાં નામે શ્રાવકો ઉપર મમત્વ કરવું, ચૈત્યમાં વાસ કરવો, શરીર અને વસ્ત્રઆદિકની શુશ્રૂષા કરવી, વસતિ (ઉપાશ્રય) વિગેરેની માલિકી માટે દસ્તાવેજો કરાવવા વિગેરે આચારો આત્માને અશુદ્ધ કરનાર અને સાવદ્ય હોવાથી કોઈપણ ધર્મિષ્ઠ મનુષ્યને તે આદરવા લાયક નથી, અર્થાત્ શ્રીશાંતિસૂરિજીના ફરમાન મુજબ માત્ર પરંપરાથી આવેલો આચાર છે એમ ધારી માની લેવું નહિ, પણ તે આચાર આગમરૂપી આજ્ઞાને અનુસરીને હોય અને સંયમની શુદ્ધિ કરનાર હોવા સાથે અપ્રમાદની વૃદ્ધિ કરી નિર્મળતા કરનાર હોય તે જ જીતઆચારને આજ્ઞા જેવો ધર્મિષ્ઠોએ માનવો.
અને તેથી જ શાસ્ત્રકારો આદરવા લાયક પરંપરાના આચારરૂપી જીતને જણાવતાં સાફ શબ્દોમાં જણાવે છે કે જે પરંપરાના આચારરૂપી જીતઆચારથી આત્માની અથવા આચારની અશુદ્ધિ
બલસંઘયણ અને ધૃતિઆદિની હાણિને જ
જીત આભારી છે.
આચાર્ય મહારાજશ્રી અભયદેવસૂરિજી તો આગમઅષ્ટોતરીમાં સ્પષ્ટ શબ્દથી જણાવે છે કે તે જ જીત આચાર હોય કે જે બળ અને બુદ્ધિની ખામીના બચાવને માટે જ ઉપયોગી હોય, અને તેથી
તેઓશ્રી જણાવે છે કે ગુપ્તિ. સમિતિ, પડિલેહણ, સંવત્સરપર્વ, તથા ચતુર્માસિક પર્વ સિવાયની તિથિનું પલટવું વિગેરેમાં આચરણા હોય જ નહિ.
ક્યા પરંપરાથી પ્રવૃત્ત આચાર તે જીત કહી ચોમાસી અને સંવચ્છરીની તિથિની પરાવૃત્તિનું
શકાય ?
શાસ્ત્રોક્તપણું
સંવચ્છરી અને ચોમાસીમાં પણ જે તિથિનું પરાવર્તન છે તે પણ સાંવત્સરિકને અંગે શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામીજીએ રવિ સે ઋપ્પડ઼ એવી રીતે ફરમાવેલ હોવાથી સાંવત્સરિક તિથિનું પરાવર્તન