Book Title: Siddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
DOOOOOOOOOOOOOOOOOO
સપુરુષોના ચરિત્રને શ્રવણ કરવાનો મહિમા
COOCOOOOOOOOOOOOOOOOOO
सुपुरिसचरियाई मणम्मि कस्स न कुणंति गरुयपरितोसं ?। सोहग्गनिहिस्स पुणो विसेसओ नेमिणाहस्स ॥१॥ नीसेसदुरियदलणखमाइँ नामक्खराइंवि गुरूणं। सुद्धाइं परममंतोवमाइं किं पुण सचरियाई ? ॥२॥
સામાન્ય રીતે પુરુષનાં ચરિત્રો કયા વિવેકિમનુષ્યને અત્યંત કે હર્ષ દેનારાં થતાં નથી? અર્થાત્ સર્વે વિવેકિલોકો સપુરુષોનાં ચરિત્રો સાંભળી કે તે પુરુષોના જ્ઞાનાદિ, અહિંસાદિ, ક્ષમાદિ, તપઆદિ અને વેયાવચ્ચ આદિ ગુણોથી આશ્ચર્યચક્તિ થઈ પોતાનું અહોભાગ્ય માને છે, તો પછી શ્રીનેમિનાથજી ભગવાન્ કે જેઓ યુદ્ધશૂર વાસુદેવનો પણ હિંચોલ ચઢાવનાર રે અને સૌભાગ્યના ભંડાર હતા, તેઓનું ચરિત્ર અખંડ અને અદ્વિતીય એવા બ્રહ્મચર્યરૂપ રત્નના ભંડારરૂપ છે તેને સાંભળતાં વિકિપુરૂષો અનહદ છે આનન્દ પામે તેમાં કહેવું જ શું? ના મહાપુરુષોના નામમાં આવતા અક્ષરો પણ જ્યારે સમસ્ત પાપના સંઘાતને નાશ કરવામાં જાપાદિકારાએ શુદ્ધ છે પરમમંત્રરૂપ હોઈ સમર્થ થાય છે તો પછી પરમપુરુષના ચરિત્રની સાથે તેમના નામાક્ષરો સર્વ કર્મો દૂર કરે તેમાં આશ્ચર્ય શું ? મારા કે
આચાર્ય હેમચંદ્રસૂરિજી કે GOOGLYCHOOGLCOCOS