Book Title: Siddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
સમાલોચના કે
કથીરશાસનમાં જ અહમિન્દ્રના પૂજારી થઈ અને અહમિન્દ્ર ગણાવાય. ૧. અહમિન્દ્રના પૂજારીઓએશ્રી મણિવિજ્યજી તપસ્વી તથા મહારાજ બુદ્ધિવિજ્યજીનું ચરિત્ર શ્લાઘનીય ન હોતું એમ ક્રાન્તિકારી આચાર્યની ચોપડીમાં જણાવેલું જોયું નથી ? ૨. અહમિન્દ્રના પૂજારી પોતે યોગ વહેવડાવવાના નામે દાનવિજ્યજી મહારાજથી મોટા થવા માગે અને પોતાના વડીલને યોગ વહેવડાવે અને વડી દીક્ષા આપે તે મહાત્માને તો ચરિત્રમાં સ્થાન જ ન આપે. ૩. પોતાના વડીલની અહમિન્દ્રતા તપાસી હોત તો બીજાને અહમિન્દ્ર કહેવા બહાર ન પડત, કારણો (1) યોગ વહેવડાવનાર છતાં યોગો પોતે ન વહ્યા. () ગણિમહારાજની હયાતિ છતાં વાણીઆ પાસે આચાર્યનો ઇલકાબ વગર વિધિનો લીધો (૬) વગર યોગ વડે માંડળીઆ યોગો વહેવડાવ્યા. (હું) પદસ્થો પાસેથી પદ મેળવ્યા સિવાય વડી દીક્ષાઓ કરી. (૩) પરંપરાથી ચાલી આવતા પાણના આગાર ઉઠાવ્યા. (1) યોગની પરંપરાવાળાઓને ચોરપલ્લીવાળા માનવાનું સૂચવ્યું. પણ તેમની દીધેલી વડી દીક્ષાઓ માની (2) શાંતિસાગરના મતનું ગણીજી મૂળચંદજી મહારાજે ઔષધ કરેલ છતાં તેમની નિન્દા ને પોતાની ખોટી પ્રશંસા ગોઠવાઈ.
(વીરશાસન) ૧. કથીરશાસનમાં જણાવે છે કે કચ્છમાં ભગવાન્ સુધર્મસ્વામી પધાર્યા હતા અને પ્રતિષ્ઠા વિગેરે ક્યાં હતાં, ત્યારે તેના પરમપુરુષ તો કૌશાંબી નગરીથી દક્ષિણમાં ભગવાન મહાવીર મહારાજ વખતે સાધુઓનો વિહાર જ નહોતો અને તે બધા દેશો અનાર્ય જ હતા એમ કથે છે, તો પુણ્યપુરુષ સાચા કે કથીરશાસનના લેખક સાચા ? (૨) નયસારની ગુણાધિકતાથી ઇતર તીર્થકરોની ઘોર આશાતના માનનાર માંગાઓ ‘તેમની હરોલમાં વર્તમાનના કોઈથી ટકી શકાય તેમ છે નહિ” આવું કેમ ભખતા હશે ? (૩) વંશવેલીની ઘેલછાવાળાએ ઔષધ લેવું વ્યાજબી છે કે જેથી દશા સુધરે. અન્યની અપેક્ષાએ સંમૂર્ણિમા શું વધારે નથી થતા ? (૪) વંશવેલીની વૃદ્ધિ એ કથંચિત્ શાસનવૈરની પણ વૃદ્ધિ છે, એ ન થયું હોય તો જ સંઘનું કલ્યાણ ગણાય. (૫) ગર્ભ જ કરતાં સંમૂડ્ઝનની ઉત્પત્તિ વધારે છે એ કથીરશાસનને ન સમજાયું હોય તો નવાઈ નથી.
:
.
-
-