Book Title: Siddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૪૫
શ્રી સિદ્ધચક્ર
પરમપવિત્ર પર્યુષણાપર્વની વ્યવસ્થા અને તેનાં પવિત્ર કાર્યો
(અનુસંધાન પા. ૨૮૦ થી ચાલુ...)
શ્રાવકોને પણ રોજ અને પક્ષાદિકે પ્રતિક્રમણની જરૂર
અને એજ રીતિએ જોકે દેશવિરતિ અને સમ્યક્ત્વવાળાને તેને અંગે એક માસ અને ચાર માસથી વધારે સ્થિતિના કષાયથીજ પાછા હઠવાનું હોય તોપણ તેઓને શાસ્ત્રકારોએ દિવસ અને રાત્રિના અંત ભાગે દૈવસિક અને રાત્રિક પ્રતિક્રમણ
કરવાનું ફરમાવેલ છે, અર્થાત્ સાધુઓને જેમ સાધુપણાની શુદ્ધિ અને શોભાને માટે પાક્ષિકની અંદરની મુદ્દતમાં પણ રાત્રિક અને દૈવસિક પ્રતિક્રમણ નિયમિત કરવાનાં છે, તેવીજ રીતે દેશિવરિત અને સમ્યક્ત્વવાળાને પણ સંવત્સર અને ચાતુર્માસની અંદર રાત્રિક વિગેરે પ્રતિક્રમણ કરવાનાં છે, અને આજ કારણથી અનુયોગદ્વાર તથા આવશ્યકનિર્યુક્તિમાં સવાર સાંજની પ્રતિક્રમણની ક્રિયાને આવશ્યકને નામે ઓળખાવેલી છે, એટલે દરેક સાધુ અને શ્રાવકને રાત્રિક અને દૈવસિકપ્રતિક્રમણની ક્રિયા જરૂર જરૂર કરવાની હોવાને લીધે તેને આવશ્યકશબ્દથી જણાવી છે અને જરૂર કરવા લાયક કહી છે. દૈવસિક રાત્રિક અને પાક્ષિક પ્રતિક્રમણો કર્યા છતાં ચૌમાસીની જરૂર
તા. ૬-૫-૧૯૩૬
શાસ્ત્રકારોએ ફરમાવ્યું છે, તેવી રીતે પ્રત્યાખ્યાનાવરણીય અને અપ્રત્યાખ્યાની કષાયોની સ્થિતિનો વિચાર કરીનેજ શાસ્ત્રકારોએ ચોમાસી પ્રતિક્રમણ કરવાનું ઠરાવ્યું છે એમ સ્હેજે સમજી શકાય તેમ છે, અર્થાત્ ચાર માસ કરતાં વધારે સ્થિતિવાળા કષાયો હોય તો દેશવિરતિપણાનો પણ નાશ થાય, માટે તે કષાયોની અપેક્ષાએ દરેક દિવસે
અને પ્રતિપક્ષે શોભા અને શુદ્ધિ કરવાનું પ્રતિક્રમણથી ચાલુ રાખ્યું હોય છતાં ઉપર્યુક્ત કષાય ટાળવા માટે ચાતુર્માસિક પ્રતિક્રમણની જરૂર છે.
અનંતાનુબંધીઆદિ ચાર ચોકડીઓના ચોસઠ ભેદ અને તેને અંગે સાધુઆદિ સકલસંઘને ચૌમાસી આદિની જરૂર
કદાચ શંકા કરવામાં આવે કે સાધુસાધ્વીઓ પાક્ષિક પ્રતિક્રમણ કરીને સંજ્વલવનના કષાયોની સ્થિતિ ટાળી દે અને શ્રાવક શ્રાવિકાઓ ચાતુર્માસિક પ્રતિક્રમણ કરીને અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાનાવરણીય કષાયની સ્થિતિ ટાળી દે તો પછી તેઓને અનુક્રમે ચાતુર્માસિક અને સાંવત્સરિક તથા સાંવત્સરિક પ્રતિક્રમણ કરવાની જરૂર રહેતી નથી, કેમકે સાધુસાધ્વીઓને પક્ષના કષાયો ન ટાળ્યા તો સાધુપણું રહેવાનું નથી અને શ્રાવક શ્રાવિકાએ ચાર માસના કષાયો ન ટાળ્યા તો વ્રતધારીપણું
સંજવલનની સ્થિતિ પંદર દિવસની હોવાથી
જેમ તેને અંગે પાક્ષિક પ્રતિક્રમણ કરવાનું રહેવાનું નથી, અને તેથી સાધુસાધ્વીઓને