________________
ભાવશ્રાવકનુ સ્વરૂ પ
પૂજ્યપાદ, પરમશાસનપ્રભાવક, આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
નિતર શ્રી જિનવચનને શ્રવણ કરનાર, સાંભળીને સ્વપરના વિવેક કરનાર તથા સ્વપરના વિવેક કરી પરને છોડી સ્વને સાધનાર એ શ્રાવક છે. શ્રાવક નામને ધારણ કરવાથી અગર ભાલ સ્થળમાં શ્રાવકનુ ચિહ્ન માત્ર ધારણ કરવાથી શ્રાવકપણું આવતું નથી. શ્રાવકપણાના આધાર શ્રાવકના ગુણાને ધારણ કરવા પર રહેલા છે. શ્રાવકના ગુણ શાસ્ત્રમાં ઘણા કહ્યા છે. તે બધા ગુણોનું વર્ણન કરવું અહિં અશકય છે તે પણ સાચુ શ્રાવકપણું લાવનાર જે મુખ્ય ગુણા શ્રાવકના શાસ્ત્ર વર્ણવ્યા છે તેના દરેક શ્રાવકે નિતર વિચાર કરવા જોઈ એ તથા તનુસાર પોતાનું વર્તન કરી શ્રાવકધર્મની આરાધના કરવી તેઈ એ. ભાવ એટલે સાચા શ્રાવકના બે મુખ્ય ગુણે સમજવાની આજે ખાસ અગત્ય છે.
સાચા શ્રાવકપણાની પાછળ ઘણી જવાબદારી રહેલી છે. માત્ર ફળથી કે જન્મથી શ્રાવકપણું મેળવ્યાથી કાર્યસિદ્ધિ થતી નથી, કાર્યસિદ્ધિ
23