________________
પાંચ તિથિ : સુદ પાંચમ, બે આઠમ અને બે ચૌદસ. ૦ આ પર્વતિથિઓ માસિક છે.
વાર્ષિક પર્વતિથિઓમાં જ્ઞાન પાંચમ, મૌન એકાદશી, દિવાળી, સંવત્સરી, આસો તથા ચિત્રીની શાશ્વતી અડાઈ, ત્રણ
માસીની ત્રણ અઠ્ઠાઈ તથા પર્ય પણની અઠ્ઠઈ કુલ છ અડ્ડાઈના દિવસો, ત્રણ માસીના ત્રણ દિવસો આ બધા પર્વ દિવસ છે.
આ ઉપરાંત જિનેશ્વર દેના ચવન, જન્મ, દીક્ષા, કેવલ અને મોક્ષ એ પાંચ કલ્યાણકના દિવસો પણ પર્વદિવસો છે.
૦ બીજની આરાધનાથી સાધુ ધર્મ તથા શ્રાવક ધર્મ અથવા શ્રત અને ચારિત્રની આરાધના થાય છે.
૦ પંચમીની આરાધનાથી પાંચ જ્ઞાનની આરાધના થાય છે. ૦ અષ્ટમીની આરાધના આઠ કર્મોના ક્ષય માટે છે.
અગ્યારસની આરાધનાથી અગ્યાર અંગરૂપ શ્રતની આરાધના થાય છે.
૦ ચૌદસની આરાધનાથી ચૌદપૂર્વની આરાધના થાય છે.
શ્રાવકે અવશ્ય પર્વદિવસોનું આરાધન કરી શ્રાવક ધર્મ દિપાવ જોઈએ.
પર્યકર્તવ્ય અહિં પૂર્ણ થાય છે.