________________
ચલિતરસ” કહેવાય છે. કેલાઈ ગયેલી વાસી વસ્તુઓ વગેરે તેમજ જેને સ્વાદ બદલાઈ જાય તે બધા ચલિતરસ છે.
સ્વાદમાં ખેરાશ કે અરૂચિકર લાગે, ગંધ ખરાબ થઈ જાય, તે વસ્તુમાં ત્રસજીવો-તેજ રંગના લાબીયા છે ઉત્પન્ન થાય છે. લીલી સફેદ છારી પાપડ પર ઉપસે તેમાં નિગદના જીવ ઉત્પન્ન થાય છે અનંતજીવમય નિમેદની અને ત્રસ જીવોની હિંસાને કારણે ચલિતરસ અભક્ષ્ય છે.
૦ જેટલ, રોટલી, ભાખરી, દાળ, ભાત, શાક, ખીચડી, શીરે, લાપશી, ભજીયા, થેપલાં, પુડલાં, વડા, નરમપુરી, ઢોકળાં વગેરે રાત્રિ વ્યતીત થયા પછી વાસી ગણાય છે. તેમાં પાણીને અંશ હેવાના કારણે બેઈન્દ્રીય જીવોની ઉત્પત્તિ થાય છે. જે ગરીબોને કુતરા, ગાય કે ઢોરને આપતાં ત્રસજીવોની હિંસા થાય છે, તેને દેષ આપનારને લાગે છે.
કાળ વીતી ગયેલ મીઠાઈ, ફરસાણ, લેટ તેમજ બે રાત્રિ એળગી ગયેલ દહીં, છાશ અને તેમાં બનાવેલા બનાવેલાં વડાં, થેપલાં, બીજી રાત પછી અભક્ષ્ય બને છે. ચલિતરસ તથા વાસી વસ્તુ ખાવાથી અરેગ્ય બગડે છે. ઝાડા ઉલ્ટી થાય છે. ને કેઈ સમયે મરણ પણ થાય છે. તેવા અનેક દાખલા વર્તમાનપત્રોમાં વાંચવા મળે છે. માટે તેને ત્યાગ કરે જોઈએ. 18. બહુ-બીજઃ
૦ જે ફળમાં કે શાકમાં બે બીજ વચ્ચે અંતર પડ હાય નહિ અથવા બીજે બીજ અડેલાં હોય તેમજ જેમાં
186