________________
4. મન, વચન અને કાયાને પાપવૃત્તિમાં જોડવાથી પાપ આવે છે.
– પાપને આવવાનાં ચાર માર્ગમાંથી બીજા નંબરના માર્ગને અવિરતિ કહેવામાં આવે છે. અવિરતિ એટલે કે ઈ પણ પાપ પ્રવૃત્તિને પચ્ચકખાણ દ્વારા ન રોકવી તે!
આથી એક વસ્તુ નક્કી થાય છે કે કોઈપણ વસ્તુ ખાવ કે ન ખાવ, પીઓ કે ન પીઓ, ભેગ કે ન ભોગ પણ તે વસ્તુની પ્રતિજ્ઞા ન હોવાથી આત્મામાં પાપ આવીને ચૂંટે જ છે. કારણ પાપને આવવાની બારી ખૂલ્લી છે. વસ્તુ ન વાપરવા છતાં વસ્તુની અભિલાષા ઈચ્છા રૂપ નીક ખુલ્લીરહેવાથી પાપ આવે છે.
વસ્તુ ન હોવા માત્રથી કે વસ્તુ ન ખાવા માત્રથી તેને ત્યાગ ગણાતું હોય તો જગતને સૌથી મટે ત્યાગી ભીખા રીને જ ગણ પડશે. પરંતુ કોઈ એને ત્યાગી કહેતું નથી.
વ્યવહારમાં પણ 1. હાથમાં ચપ્પણિયું લઈ ભીખ માંગી ખાનાર અને ફૂટપાથ પર સૂનારને કેઈ બાગ બંગલા કે બાગીચાનો ત્યાગી કહેશે ખરું?
2. જંગલમાં રહેનારા ભીલે અને ગરીબ મીલમજુર કે જેમને ઘી, દૂધ ખાવા-પીવાનું તે શું જોવાનું ય ભાગ્યમાં નથી લખાયું તેમને બે વિગઈના ત્યાગી કેઈ કહેશે ખરાં?
8. મૂંગા માણસને સત્યવાદી, કુંઠાને અહિંસક, પાંગલાને દિશા પરિમાણ વ્રતધારી કે નપુંસકને કેઈ બ્રહ્મચારી કહેશે ખરો?
191