________________ શ્રાવક એટલે સંસારના ટ્રેષી !' શ્રાવક એટલે સયમના પ્રેમી ! શ્રાવક એટલે મુક્તિના અભિલાષી ! શ્રાવકને કાઈ પૂછે કે ‘તારે શું થવું છે.’ ? તે જવાબ એક જ મળે કે “મારે સાધુ થવું છે.’ બીજો પ્રશ્ન પૂછે કે “કેમ થતા નથી’ ? તો કહે ‘અભાગીયા છું. સાધુ થવા માટે જ મંદિરે જઉં છું, વ્યાખ્યાને જાઉં છું, પૂજ કરૂ છુ, પણ હજુ સંસાર તા નથી એ મારા પરમદુર્ભાગ્યની વાત છે.' સંયમ માટે અસમર્થ છતાં સંયમ માટે ટળવળતા શ્રાવક સંસારમાં રહેવું પડે તે ય શી રીતે રહે? શી રીતે શ્રાવક જીવનને દીપાવે ? એ માટે જ આ પુસ્તક પ્રકાશિત થયેલ છે. જેને 'નામ છે " શ્રાવકે શું કરવું જોઈએ '? | આ પુસ્તક લેખનમાં હું તો નિમિત્તમાત્ર જ છું. આશીર્વાદ પુજ્ય ગચ્છાધિપતિ - પરમગુરૂદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજનાં છે. કૃપામયર્દષ્ટિ પૂજ્ય પ્ર ગુરૂદેવ શ્રીમદ્ - વિજયમુક્તિચન્દ્રસુરીશ્વરજી મ. તથા પૂજ્ય પિતાગુરૂ મુનિરાજશ્રીજયકુંજવિજ્યજી મ. ની છે. પ્રેરણા પૂજયપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયેમહાદયસુરીશ્વરજી મ. તથા મુનિપ્રવર શ્રી હેમભુષણવિજયજી મ. અને મુનિમવરશ્રી દિગ્યભૂષણુવિજ્યજી મ. ની છે. મેં તો માત્ર અનેક શાસ્ત્ર પ્રત્યેનો આધાર લઈ કલમની શાહી કાગળ પર રેડવાનું કામ જ આ પુસ્તક દ્વારા શ્રાવક પોતે સાચું શ્રાવકજીવન જીવતા થઈ જાય અને સંયમજીવન જીવવાનાં એનાં અંતરાય દૂર થતાં જ સંયમ લઈ કૃતિના બારણે ટંકારા મારતા સહને “ધર્મલાભ’ની આશિષ આપતાં ઊભા રહે એ જ શુભેચ્છા, –મુનિ મુક્તિમભવિજય