________________
પચ્ચકખાણુની આવશ્યકતા
પચ્ચકખાણ શા માટે...? આ એક આજના જમાનાને ખાસ પ્રશ્ન છે? એ પ્રશ્નનો જવાબ આ આ વિભાગ વાંચવાથી મળી રહેશે.
બગીચામાં પાણી આવવા માટે નીક (નહેર) હોય છે. નગરમાં મનુષ્યને આવવા માટે દરવાજા હોય છે. બંગલામાં હવા, ધૂળ અને પ્રકાશ આવે છે એનું કારણ બારી બારણું હોય છે. એ જ રીતે પાપને કચરે પણ આત્માની અંદર આવીને ચૂંટે છે તો એને આવવાના કઈને કઈ માર્ગ હોવા જ જોઈએ.
એ માર્ગનું જ્ઞાન ન થાય ત્યાં સુધી શક્ય જ નથી કે એ માર્ગને બંધ કરી આપણે આત્મ-મકાનને પાપ વિનાનું બનાવી શકીએ. | તીર્થંકર પરમાત્માએ કર્મને –પાપને આવવાનાં ચાર માર્ગ બતાવ્યા છે. જેમાં બધા જ માર્ગનો સમાવેશ થઈ જાય છે. 1. મિથ્યાત્વ 2. અવિરતિ 3. કષાય 4. ગ.
1. સર્વજ્ઞ ભગવાને કહેલા તત્વથી વિરૂદ્ધ માન્યતા ધરાવવાથી પાપ આવે છે.
2. કેઈ પણ પાપ પ્રવૃત્તિને પ્રતિજ્ઞા દ્વારા નહિ રેકવાથી પાપ આવે છે.
. ક્રોધ, માન, માયા, અને લોભથી પાપ બંધાય છે.
190