________________
પ્લેનમાં બેસીને અમેરિકા, આફ્રિકા કે રશિયા જતાં તે વિચાર નથી કરતો કે પ્લેન તૂટી પડશે તો? માત્ર ધર્મના વિષયમાં જ કઈ વ્રત પચ્ચખાણ કે નિયમ લેવાની વાત આવે ત્યારે એ વિચાર કરે છે કે તૂટી જશે તો?
પણ, ભવિષ્યમાં શું થશે? એની આપણને આજ કયાં કંઈ ખબર છે? છતાં વેપાર કરે ... લગ્ન કરવા, ભણવું આદિ બધું જ કરીયે છીએ તેમ પ્રતિજ્ઞા તૂટી જશે તો? એવી શંકા કર્યા વિના પ્રતિજ્ઞા કે પચ્ચખાણ લઈ એને પાળવા પ્રયત્ન કરવો જોઈએ. છતાં તૂટી જાય તે પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થઈ જવું જોઈએ. પણ પ્રતિજ્ઞા કે પચ્ચખાણ વિનાનું જીવન તે ન જ જીવવું જોઈએ.
– પ્રતિજ્ઞા લઈને અખંડ પાળનાર આત્મા અખંડ સૌભાગ્યવતી જેવો છે.
– પ્રતિજ્ઞા લઈને જેની તૂટી ગઈ છે તે આત્મા વિધવા જે છે.
- પણ, બિલકુલ પ્રતિજ્ઞા જ ન લેનાર આત્મા વેશ્યા જે છે...
માટે પ્રતિજ્ઞા કે પચ્ચકખાણ અવશ્ય કરવું જોઈએ.
199