________________
8. ઉભય/ક પ્રતિકમણ કરવું જોઈએ. 4. લીલોતરીને ત્યાગ કરે છે . 5. બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.
6. ઉપવાસ આદિ દરરોજ જે કરતાં હોય એથી કંઇને કંઈ વધારે તપ કરવો જોઈએ.
7. આરંભ સમારંભને ત્યાગ કરવો જોઈએ. 8. બજારે કે દુકાને ન જવું જોઈએ. 9. દલવું, ખાંડવું, લીંપવું આદિનો ત્યાગ કરવો જોઈયે.
10 નાત્રપૂજા, ચૈત્યપરિપાટી, સુપાત્રદાન, સર્વમુનિઓને વન્દન, વ્યાખ્યાન શ્રવણ આદિ વિશેષ કરવું જોઈએ.
11 કપડા ન દેવા જોઈયે.
12 દરરોજ કરતાં હોય એથી કંઈ ને કંઈ વિશેષ આરાધન કરવું જોઈએ.
પ્રશ્ન: મહિનામાં પર્વતિથિ કેટલી આવે છે? જવાબ : બાર
પ્રશ્ન: કયી કયી? જવાબઃ બે બીજ, બે પાંચમ, બે આઠમ, બે અગ્યારસ, બે ચૌદસ અને પૂનમ તથા અમાસ!
આ બાર તિથિમાંથી શ્રાવક બારે તિથિ લીલોતરી આદિનો ત્યાગ કરે. નહિ તો દસ તિથિ અને એ પણ ન બને તે પાંચ તિથિ અવશ્ય ત્યાગ કરે.
દસતિથિઃ બે પાંચમ (સુદ-વદ) બે બીજ, બે આઠમ, બે અગ્યારસ, બે ચૌદસ !