________________
જોઈએ. પ્રેમથી ઘરે આમંત્રણ આપી જમાડવા જોઈએ. સામાન્ય સ્થિતિવાળા સાધર્મિકની વિશિષ્ટ પ્રકારે ભકિત કરવી જોઈએ. બધા શ્રાવક-શ્રાવિકાનું વાત્સલ્ય-ભકિત કરવાની શક્તિ ન હાય તેમણે પણ આછામાં ઓછા એક એ શ્રાવક શ્રાવિકાઓની તે અવશ્ય ભકિત કરવી જોઈએ.
આ પેાતાને ત્યાં જન્મલગ્ન આદિ પ્રસંગે વખતે સાધર્મિકને યાદ કરી આમંત્રણ આપી એમનાં પગ ધાવા, સુવર્ણ અથવા ચાંદીના થાળ વગેરેમાં જમાડવા મા દ્રવ્યસાધર્મિક વાત્સલ્ય છે.
ધર્મકાર્ય માં સાંસારિક અગવડને કારણે ધર્મ ન કરી શતા શ્રાવકાને તેમની અગવડા દૂર કરી, સગવડ આપી, ભૂલી ગયેલા કબ્યાને યાદ કરાવી ધર્મકાર્યમાં જોડવા તે ભાવસાધર્મિક વાત્સલ્ય છે.
આપત્તિમાં આવેલા સાધર્મિકને પેાતાની તમામ શક્તિ વાપરી ઉદ્ધાર કરવા જોઈએ.
શાસ્ત્રોએ તે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે :— · જેણે ગરીમાના ઉદ્ધાર કર્યાં નથી, સાધર્મિકાનું વાત્સલ્ય કર્યું... નથી, અને હૃદયમાં વીતરાગ પ્રભુને ધારણ કર્યા નથી તે ખરેખર પેાતાના જન્મ હારી ગયા છે ! ’
માટે અવશ્ય સાધર્મિકવાત્સલ્ય કરવું જોઈ એ.
3. ત્રણ યાત્રા : દરવર્ષે શ્રાવકે અવશ્ય ત્રણ યાત્રા
કરવી જોઈએ. આ યાત્રાના ત્રણ પ્રકાર છે. (1) જિનયાત્રા ( અઠ્ઠાઈ મહાત્સવ ) (2) રથયાત્રા (૩) તીર્થયાત્રા.
100
-