________________
1. જિનયાત્રા શ્રાવકે દર વર્ષે ઓછામાં ઓછો એક અર્ધ મહોત્સવ ધામધૂમપૂર્વક કરવો જોઈએ. જેમાં ગીત વાજિંત્ર સ્તુતિ સ્તવનોથી ભગવાનની ભક્તિમય વાતાવરણ બની જાય, જે મહોત્સવમાં સાધર્મિકેને અને ગરીબોને દાન વગેરે આપવું, તપ કરે તથા સુંદર વસ્ત્રો ધારણ કરી પ્રભુભક્તિના મહોત્સવને દીપાવવો જોઈએ. જેનેતોના હૃદયમાં પણ ભગવાન વસી જાય એવું કરવું જોઈએ.
2. રથયાત્રાઃ રથયાત્રા એટલે ભગવાનને વરઘોડો... જેમાં સુવર્ણ અથવા ચાંદીના રથમાં પ્રભુ પધરાવી નાત્ર મહત્સવ સાથે, બેન્ડ વાજાની સાથે આખા ય નગરમાં મહોત્સવપૂર્વક ભગવાનનો રથ ફેરવ. પાછળ ગરીબોને દાન આપવું. આગળ ઈન્દ્ર દવજા રાખવી. આવી રથયાત્રા-ભગવાનને વરઘોડો વરસમાં એકવાર તે સ્થિતિ સંપન્ન શ્રાવકે અવશ્ય કાહ જોઈએ.
2. તીર્થયાત્રા : શત્રુંજય, ગિરનાર, સમેતશિખર, પાવાપુરી, તથા તીર્થકરોના કલ્યાણકોનાં સ્થળો પણ તીર્થ ગણાય છે. આ તીર્થની દર વર્ષે શકિતપ્રમાણે વિધિપૂર્વક યાત્રા કરવી જોઈએ. છેવટે એક બે તીર્થોની તે યાત્રા અવશ્ય કરવી જોઈએ. તીર્થયાત્રા બને ત્યાં સુધી છરી પાળી કરવી જોઈએ.
4. સ્નાત્ર મહોત્સવઃ શ્રી જિનેશ્વર ભગવાનની સ્નાત્રપૂજા દરરેજ, દરરજ ન બને તે પર્વના દિવસે, તે પણ ન બને તે છેવટે વરસમાં એકવાર તો વાજી – ગીત આદિ આડંબર સાથે જિનમંદિરમાં સકલસંઘને બોલાવી ભણાવવો જોઈએ.
101