________________
માનવ બનવાના 35 ગુણા
1. ન્યાયથી ધન મેળવવું
સંસારમાં ધનની દરેક માણસને જીવન ચલાવવા જરૂર રહે છે. શરીરને જેટલી શ્વાસેાશ્વાસની જરૂર એટલી સંસારી માનવને ધનની જરૂર રહે છે.
ન્યાય નીતિ પ્રમાણિકતાથી વેપાર આદિ કરી ધન ઉપાર્જન કરવું તે ન્યાયેાપાર્જિત ધન કહેવાય છે.
ન્યાય—નીતિ પ્રમાણિકતાથી મેળવેલ ધન – સંપત્તિ જીવનમાં શાંતિ આપે છે.
સમતા અને સમાધિપૂર્વક જીવન જીવવાથી પરલેાકમાં પણ સુંદર જીવન મળે છે.
અનીતિ–અન્યાય–અપ્રમાણિકતાથી મેળવેલ ધન ટકતુ નથી. અશાંતિ આપે છે. ને તેના પાપે ધન કમાનારને ભાગવવા પડે છે.
જે સમયે જન્મ્યા ત્યારે કાંઈ લાવ્યા નહતાં. જવાના ત્યારે કઈ લઈ જવાના નથી. બધું જ અહીં મૂકી જવાનુ છે. તેા પછી ઘેાડી જીંદગી માટે અનીતિ કરીને પાપ શા માટે કરવું?
ન્યાય કે અન્યાયથી મેળવીએ પરંતુ ભાગ્યમાં જેટલુ હાય તેટલું જ મળવાનુ છે. ચિત્તની પ્રસન્નતા અને આંતરિક સમાધિ મેળવવા ન્યાયથી ધન ઉપાર્જન કરવું જોઈએ.
157