________________
ધર્મ ને અર્થ બનેથી ભ્રષ્ટ થવાય છે. પુણ્ય નાશ પામતાં દુખી થવાય છે. માટે ધર્મ, અર્થ ને કામ ત્રણેને વાં ન આવે એટલે કે અર્થને વધે આવે તે રીતે કામ નહિ અને ધર્મને હરક્ત આવે તે રીતે અર્થોપાર્જન નહિ. તે રીતે ગૃહસ્થ જીવન જીવવું જોઈએ. 14 સાધુ, અતિથિ, દીન દુખીની સેવા કરવી :
0 દયા, સત્ય, સંતોષ, સહનશીલતા, વિનય, નમ્રતા, સરળતા, ઉદારતા, પરોપકાર, સમતાભાવ વગેરે ગુણો સહિત એવા ત્યાગી સાધુ-સંતે કે ગૃહસ્થ હોય તેની સેવા ભક્તિ બહુમાન કરવું જોઈએ. તેમને દવા, ઔષધ, ભજન, પાત્ર વગેરે આપવું જોઈએ. તેની ભકિત કરવાથી આપણામાં તેવા ગુણ આવે છે.
0 દીન દુઃખી, ગરીબ, આંધળા, લૂલા, લંગડા પશુપક્ષીઓ વગેરેની અનુકંપાબુદ્ધિથી સહાયતા કરવી તે માનવતાને ગુણ છે.
છે જેનશાસનમાં પણ વિધાન છે કે શ્રાવક સાધુમહારાજને વહોરાવે નહિ ત્યાં સુધી વાપરે નહીં તેમજ ભેજન સમયે દરવાજાની ઉપર દષ્ટિ કરી કેઈને આપી પછી ભોજન કરે અને એટલા માટે જ સદ્દગૃહસ્થના દ્વારા હમેશાં અલંગ હોય. 20 કદાગ્રહ કર નહિ
૦ આગ્રહમાંથી કદાગ્રહ થાય પછી હઠાગ્રહ થાય તે પછી દુરાગ્રહ થાય તે છુટે નહીં “મારૂં તેજ સાચું” માને.
168