________________
છે. વિગઈ એટલે વિકૃતિ કરે તે. ચારે મહા-વિગઈમાં તે તે રંગના અતિસૂક્ષ્મ જી ઉત્પન્ન થાય છે ને મરે છે.
જે વાપરવાથી વિકારી વૃત્તિ, કામવાસના તેમજ અનેક રેગની ઉત્પત્તિ થાય છે.
છે અનેક જીવોની હિંસા થાય છે. દરેક ધર્મમાં તેને નિષેધ કરેલ છે. મહાવિગઈ વાપરવાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. જીવનની અધોગતિ થાય છે.
0 1. મધ : માખી, ભમરી, કુંતાની થુંકમાંથી બને છે. મધમાખીને ત્રાસ આપી મધ કઢાય છે. મધપુડામાંથી અશક્ત એવા અનેક બચ્ચાઓ ધુમાડાથી ગુંગળાઈને મરી જાય છે તેના મધુરરસના કારણે અનેક ત્રસ જીવે,– કીડીઓ, ઉડતા જીવે, સેંટીને મરી જાય છે. મધમાખીઓની અશુચિ તથા તેના ઈંડાને રસ મધમાં ભળે છે.
દવા માટે પણ તે વાપરવું જોઈએ નહિ. તે અતિ દુર્ગ છનીય છે. મધના બદલે પાકી ચાસણી, મુરબ્બાને રસ કે ઘીસાકરથી પણ દવા લઈ શકાય છે.
0 2. મદિરા: મદિરાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. મદિરા પીનાર માણસ માતા, બેન, દીકરી, સાથે સ્વસ્ત્ર જેવું વર્તન કરે છે. રસ્તામાં, બજારમાં નગ્નપણે સુવે છે. બેભાન બની પડ્યો રહે છે. ગુઢ વાતે પ્રગટ કરે છે. વિવેક, સંયમ, સભ્યતા, ક્ષમા, આદિ સર્વ ગુણને હાથે કરીને નાશ કરે છે.
સુરા, કાદંબરી, વીસ્કી, દારૂ, શરાબ, દ્રાક્ષા –સવ, વાઈન, લઠ્ઠો, બીયર કે વેટ, સર્વેમાં સૂક્ષમ જીવો નિરંતર
180