________________
આહારશુદ્ધિ માટે
ભક્ષ્યાભર્યા વિચાર આત્માનો સ્વભાવ આહારી નથી. આત્માને સ્વભાવ અણહારી છે. '
આત્માને શરીરને વળગાડ વળગે છે માટે ખાવા આપવું પડે છે. શરીરને પણ એ માટે આપવાનું છે કે એનાથી કંઈક ધર્મની સાધના થઈ શકે.
શરીર તે માટી છે. ધર્મ આરાધના સોનું છે. માટી વેચી અંતે તે ખરીદાય એટલું સોનું જ ખરીદવાનું છે.
આવા માટી જેવા શરીરને એવું તે ખાવાનું ન જ અપાય કે જેથી શરીર માથે ચડી બેસે ને ધર્મ પગ નીચે રહી જાય.
શરીરને આહાર એ માટે જ આપવાને છે કે “આહારની સહાયથી શરીર દ્વારા અણાહારી પદ પ્રાપ્ત કરી શકાય
તે ખાવાનું આપતા પહેલા એ વિચારવું જોઈએ કે “શું ખાવાનું આપવું.? ભક્ષ્ય કે અભક્ષ્ય? કયારે ખાવાનું આપવું...? રાત્રે કે દિવસે ? કેટલી વાર ખાવાનું આપવું? એકવાર બેવાર કે ત્રણવાર?
એ જાણવા માટે ભક્ષ્યાભઢ્ય વિચાર વાંચવા ભલામણ છે.
777