SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ આહારશુદ્ધિ માટે ભક્ષ્યાભર્યા વિચાર આત્માનો સ્વભાવ આહારી નથી. આત્માને સ્વભાવ અણહારી છે. ' આત્માને શરીરને વળગાડ વળગે છે માટે ખાવા આપવું પડે છે. શરીરને પણ એ માટે આપવાનું છે કે એનાથી કંઈક ધર્મની સાધના થઈ શકે. શરીર તે માટી છે. ધર્મ આરાધના સોનું છે. માટી વેચી અંતે તે ખરીદાય એટલું સોનું જ ખરીદવાનું છે. આવા માટી જેવા શરીરને એવું તે ખાવાનું ન જ અપાય કે જેથી શરીર માથે ચડી બેસે ને ધર્મ પગ નીચે રહી જાય. શરીરને આહાર એ માટે જ આપવાને છે કે “આહારની સહાયથી શરીર દ્વારા અણાહારી પદ પ્રાપ્ત કરી શકાય તે ખાવાનું આપતા પહેલા એ વિચારવું જોઈએ કે “શું ખાવાનું આપવું.? ભક્ષ્ય કે અભક્ષ્ય? કયારે ખાવાનું આપવું...? રાત્રે કે દિવસે ? કેટલી વાર ખાવાનું આપવું? એકવાર બેવાર કે ત્રણવાર? એ જાણવા માટે ભક્ષ્યાભઢ્ય વિચાર વાંચવા ભલામણ છે. 777
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy