________________
આપણું વર્તન બીજાને દુઃખરૂપ ન થવું જોઈએ એ ભાવથી સારું વર્તન કરવાનું છે.
૦ પ્રાચીન કાળમાં ભામાશાહ, જગડુશાહ, વસ્તુપાળ, તેજપાળ, સંપ્રતિ મહારાજા કુમારપાળ, વિમળમંત્રી, પેથડશાહ, વગેરે બીજા માટે કાર્યો કરી લેકપ્રિય બનેલ છે. તેના કાર્યો સૌને સારાં લાગે છે. સરળતા, નિષ્કપટતા એ મોક્ષને સરળ માર્ગ છે. નિષ્કપટી જીવન જીવનાર જ આગળ વધી શકે છે ને જોકપ્રિયતા ટકાવી શકે છે. 80. લજજાવાવ થવું
૦ લજજા હોય ત્યાં મર્યાદા હૈય, મર્યાદા હોય ત્યાં સદાચાર, શિષ્ટતા તેમજ નીતિ હોય, નીતિ હોય ત્યાં જ ધર્મની પ્રાપ્તિ હોઈ શકે છે.
૦ નિર્લજજ બનવાથી આત્માનું અહિત થાય, બીજાનું અહિત થાય, રાજા દંડે, લોકે નિંદે, વ્યભિચાર, જુગાર, હિંસા, ઈર્ષા, નિંદા, કજીયા, કલેશ વગેરે જીવનમાં પગ પિસાર કરે. એનાથી બચવા અવશ્ય લજજાવાન બનવું જોઈએ અર્થાત્ ખરાબ કાર્યો કરવામાં લજજાવાન બનવું જરૂરી છે.
૦ ઈશારે કરે ને નઠારા કાર્યોથી પાછા ધરે તે લજજાવાન છે. તે દોષને ભૂલોને સુધારવા આનાકાની કરતા નથી. ભૂલોને સુધારી ગુણોને તે પ્રાપ્ત કરી શકે છે માટે લજજાળ બનવું જોઈએ. 31 દયાળુતા રાખવી?
૦ આંધળા-તુલા-લંગડાપાંગળા-મૂંગા, બહેરાં, રેગી, હાથ પગ વિનાના, અશકત, નિરાધાર, નિર્ધન, વિપત્તિવાળા દુઃખી જાને મદદ કરવી જોઈએ. કારણ દયા ધર્મનું મૂળ છે.
174