________________
પીણુ પીવાથી કરતા-નિર્દયતા વધે છે. ક્રોધ વધે છે. કજીયા કલેશ થાય છે. વિષયવાસના વધે છે. અનીતિ,-અનેચાર વધતાં આ ભવ અને આવતે ભવ બને ભવ બગડે છે. જેથી નિંદા થાય તેવા કાર્યો કરવાં નહિ. 12. આવક પ્રમાણે ખર્ચ કરવો ?
૦ દુનિયામાં મોટા દેખાવા, નાક વધારવા, સત્તા મેળવવા, દેખાદેખીથી કે કોઈના દબાણથી લગ્નાદિ પ્રસંગે દેવું કરી આવક કરતાં વધારે ખર્ચ કરે તેને પાછળથી શેષાવું પડે છે.
૦ શક્તિ હોય તે પરમાર્થ કાર્યોમાં કંજુસાઈ કરવી નહિ. આવક પ્રમાણે ઉચિત દાન, પુણ્ય કાર્ય, ધર્મ માર્ગે સદ્વ્યય કર ઉચિત છે. તે ન કરે તે નિંદા પણ થાય માટે ઉચિત ખર્ચ કરવો જોઈએ. સાંસારિક કાર્યોમાં કરકસર કરવી, ને ધાર્મિક કાર્યોમાં ઉદારતા કરવી.
૦ શક્તિ ન હોય તે જે દાન-પુણ્ય કરતા હોય તેની અનુમોદના – પ્રશંસા કરવી અને બીજાને સારા માર્ગે ખર્ચ કરવા પ્રેરણું કરવી. 18. ધન અનુસારે વેશ ધારણ કરો:
0 માથે કરજ હોય – આવક હોય નહિ અને દેવું કરી અપ-ટુ-ડેટ ફેન્સી કપડા પહેરી, ફેન્ચ કટ, પફ પાવડર, ફેન્સી ઘડીયાળ પહેરે, ફેન્સી ચશમા ચઢાવે, વગેરે ઉદ્દભટ્ટ વેશ પહેરે તો તેની અપકીર્તિ થાય ને કઈ વિશ્વાસ કરે નહીં.
૯ શ્રીમંતાઈ હોવા છતાં ભિખારી કે ગરીબની માફક
164