________________
સમ્યકત્વના પાંચ નિયમ
1. શ્રી અરિહંત ભગવાનના વચનમાં કદી શંકા
કરવી નહિ. 2. શ્રી અરિહંત ભગવાને કહેલા ધર્મ સિવાય બીજા
કોઈ પણ ધર્મની ઈચ્છા પણ ન કરવી. 8. ધર્મના ફળમાં જરા પણ શંકા ન રાખવી. અર્થાત
હું જે ધર્મક્રિયા કરું છું તેનું ફળ મને મળશે કે કેમ? એવી શંકા ન રાખવી. કર્મનિર્જરા રૂપ ધર્મક્રિયાનું ફળ મને અવશ્ય મળશે એવી દઢ
શ્રદ્ધા રાખવી. 4. અહિંત ભગવાને કહેલા ધર્મ સિવાય અન્ય
કોઈપણ ધર્મ માનનારની – કરનારની પ્રશંસા
નહિ કરવી. 5. અરિહંત ભગવાને કહેલા ધર્મ સિવાય અન્ય ધર્મ
માનનાર-કરનાર ગૃહસ્થ કે સંન્યાસી વિગેરેને પરિચય-સંગ કરે નહિ. સાંસારિક વ્યવહારના કારણે તેવા ગૃહસ્થને પરિચય સંગ કરવું પડે તે પણ તેવા સંન્યાસી વગેરેને પરિચય-સંગ તે ન જ કરવો જોઈએ.
121