________________
જવાય છે. જીવન સંસ્કારિત બને છે. તામસ અને રાજસ વૃત્તિ દૂર થાય છે. સાત્ત્વિક વૃત્તિ પ્રગટ થાય છે. અને સહેજે માર્ગાનુસારી જીવન પ્રગટે છે. 7. સામાયિક વ્રત
સમ એટલે સમતા. આય એટલે લાભ. જેનાથી સમતા પ્રગટે તે સામાયિક. સર્વ સાવધાન એટલે કે પાપવ્યાપારોને ત્યાગ કર્યા વિના સમતાની અનુભૂતિ ન થાય. એથી જ આ વ્રતમાં સર્વ પાપ-વ્યાપારને ત્યાગ કરવામાં આવે છે. અમુક કાળ સુધી (ધારણા પ્રમાણે બે ઘડીનાં સામાયિકમાં જેમકે) દ્વિવિધ-ત્રિવિધથી (મન, વચન, અને કાયા એ ત્રણથી ત્રિવિધથી, પાપ ન કરું અને ન કરાવું એ દ્વિવિધથી) સર્વ પાપ વ્યાપારનો ત્યાગ તે સામાયિક કહેવાય છે. વર્તમાન કાળે આ વ્રતમાં બે ઘડી સુધી સર્વ પાપ વ્યાપારને ત્યાગ–કરવામાં આવે છે એટલે બે ઘડી સુધી દ્વિવિધ ત્રિવિધથી સર્વ પાપ વ્યાપારને ત્યાગ તે સામાયિક. આ વ્રતને સ્વીકાર કરનારે દરરોજ એક સામાયિક કરવાનો નિયમ લેવું જોઈએ. રેજ ન બની શકે તે વર્ષમાં અમુક સામાયિક કરવા એ નિયમ લેવો જોઈએ.
ફળ : આ વ્રતથી મેક્ષ સુખની વાનગી રૂપ સમતાને અનુભવ થાય છે. ગૃહસ્થ હોવા છતાં સાધુ જેવું જીવન જીવવાનો અનુભવ થાય છે. અનેક પ્રકારના પૂર્વસંચિત પાપાનો નાશ થાય છે. અને રત્નત્રયી એટલે કે જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના થાય છે કે જેને જ્ઞાનીઓ મુક્તિમાર્ગ તરીકે ઓળખાવે છે.
137